Connect Gujarat
ગુજરાત

કોરોના વાઇરસના કહેરને રોકવા રાજ્યમાં 31 માર્ચ સુધી કોન્ફરન્સ, પરિસંવાદ કે કાર્યશિબિર યોજવા પર સરકારનો પ્રતિબંધ

કોરોના વાઇરસના કહેરને રોકવા રાજ્યમાં 31 માર્ચ સુધી કોન્ફરન્સ, પરિસંવાદ કે કાર્યશિબિર યોજવા પર સરકારનો પ્રતિબંધ
X

કોરોના વાઇરસને પગલે રાજ્ય સરકારે સાવચેતી રૂપે

એક જાહેરનામુ બહાર પાડ્યું છે. રાજ્યમાં 31 માર્ચ,

2020 સુધી કોન્ફરન્સ, સેમિનાર અને વર્કશોપ યોજવા પર પ્રતિબંધ

ફરમાવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જણાવાયું

છે કે, ગુજરાતમાં કોરોના વાઇરસનો એકપણ કેસ નોંધાયો નથી,

જો કે દેશમાં 84

કેસ ધ્યાનમાં આવ્યા છે. વિશ્વમાં 122 દેશોમાં આ રોગ

ફેલાયેલો છે, જેમાં ચીન, કોરિયા,

ઇરાન, ઇટલી, જર્મની,

ફ્રાન્સ અને સ્પેન સૌથી વધુ અસરગ્રસ્ત છે. રાજ્યમાં ક્વોરોન્ટાઇન ફેસિલિટીની કુલ 38

સંખ્યા છે.

ઉપરોક્ત સાત દેશોમાંથી આવતાં પ્રવાસીઓને કોઇપણ

પ્રકારના ચિન્હો ન હોય છતાં પણ તેઓને 14 દિવસ માટે

ક્વોરોન્ટાઇન કરવામાં આવશે. વધુમાં જણાવાયું છે કે, જીએમઇઆરએસ મેડીકલ

સોલા ખાતે 100 બેડ સીટ,

સિંગરવા ખાતેની હોસ્પિટલમાં 40 બેડ

સીટની એમ કુલ 250 બેડ

સીટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં જૂદી-જૂદી હોસ્પિટલો ખાતે આઇસોલેશન

વોર્ડ શરૂ કરાયા છે.

રાજ્ય સરકારે કોઇપણ વ્યક્તિએ ગભરાવાની જરૂર નથી,

તેવી સલાહ આપી છે. અમદાવાદ અને સુરત હવાઇમથકોએ જૂદી-જૂદી ફ્લાઇટોના 30

હજારથી વધુ લોકોની તબીબી તપાસ કરાઇ છે. રાજ્યમાં અમદાવાદની બી.જે. મેડીકલ

કોલેજ અને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે કોરોના વાઇરસના લેબોરેટરી

પરીક્ષણની સુવિધા ઊભી કરાઇ છે. સુરત, રાજકોટ અને

વડોદરા ખાતે પણ પરિક્ષણની સુવિધા ઊભી કરાશે.રોગ અંગે કોઇપણ પ્રકારની માહિતી મેળવવા

માટે હેલ્પલાઇન નંબર 104 તેમજ ટ્વીટર હેન્ડલ @GujHFWDept

ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Next Story