Connect Gujarat
દેશ

દિલ્હી હિંસા માટે સરકારે લીધો મોટો નિર્ણય, એસ.એન. શ્રીવાસ્તવને સોપાયો પોલીસ કમિશનરનો કારોભાર

દિલ્હી હિંસા માટે સરકારે લીધો મોટો નિર્ણય, એસ.એન. શ્રીવાસ્તવને સોપાયો પોલીસ કમિશનરનો કારોભાર
X

દિલ્હી માટે મોટા સમાચાર સામે આવ્યા છે, નાગરિકતા સંશોધન કાનૂન અને કાયદાના સમર્થકો

વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલ હિંસાના પગલે 1985ની બેચના એસ.એન. શ્રીવાસ્તવને દિલ્હીના પોલીસ કમિશનરનો કારોભાર સોપવામાં આવ્યો

છે. સમાચાર એજન્સી અનુસાર ગૃહમંત્રાલય દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી..

એસ.એન. શ્રીવાસ્તવ પહેલેથી જ દિલ્હીના સ્પેશિયલ કમિશ્નરના પદ પર છે. તેઓ 29 માર્ચના રોજ બપોરે

દિલ્લી પોલીસ કમિશ્નર તરીકેનો પદભાર સંભાળશે.

દેશની રાજધાની દિલ્હીમાં નાગરિકતા સંશોધન

કાયદાને લઈને વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસક અથડામણ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી

છે. જેને લઈને અત્યાર સુધીમાં 37 જેટલા લોકોની મોત થઈ ચૂકી છે. દેશની રાજધાનીમાં સાંપ્રદાયિક

હિંસાને લઈને કાયદો અને વ્યવસ્થા મુદ્દે સરકાર અને દિલ્લી પોલીસ અનેક સવાલો ઊભા થઈ

રહ્યા હતા. ત્યારે હવે સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્લી પોલીસની નિષ્ફળતા સામે પરિસ્થિતી વધુ ન વણસે તે હેતુ AGMUT 1985 બેચના આઈપીએસ

અધિકારી એસ.એન. શ્રીવાસ્તવને તાત્કાલિક પ્રભાવે સ્પેશિયલ કમિશ્નર ઓફ દિલ્લી

પોલીસ બનાવાયા હતા. હવે તેઓને વધુ જવાબદારી સોંપી ગૃહ મંત્રાલય દ્વારા સત્તાવાર જાણકારી

આપી કમિશ્નરનું પદ સોંપવામાં આવ્યું છે.

Next Story