Connect Gujarat
સમાચાર

નર્મદા : રાજયપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક સજીવ ખેતી પર મુકયો ભાર

નર્મદા : રાજયપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક સજીવ ખેતી પર મુકયો ભાર
X

રાજયમાં ગૌસંવર્ધન અને પાકૃતિક સજીવ ખેતી પર ભાર મુકવાના આશય સાથે નર્મદા જિલ્લાના પોઇચા ખાતે વિચાર ગોષ્ઠી યોજવામાં આવી હતી. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહયાં હતાં.

રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તેમજ ગૌ સંવર્ધન અંગે શું પગલાં ભરવા તે સંદર્ભમાં પોઇચાના સ્વામિનારાયણ નીલકંઠધામ ખાતે વિચારગોષ્ઠી યોજવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય કિસાન સંઘ અને રાજ્યભરના પ્રાકૃતિક સજીવ ખેતી કરતા ખેડુતો હાજર રહયાં હતાં. રાજયપાલ આચાર્ય દેવવ્રતે તમામ ખેડુતોને સજીવ ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. તેમણે આ કાર્યને વેગવંતુ બનાવવા સંત સંમેલન બોલાવવા પણ આહવાન કર્યું હતું.

ઘર ઘર ગાય યોજના હેઠળ ખેડુતોને ગાયો આપવામા આવશે. ગાયની સાથે તેમના ઘાસચાર માટે પણ દર મહિને 900 રૂપિયા આપવામાં આવશે. 2.5 લાખ ખેડૂતોને ગાયો આપવાનો લક્ષ્યાંક છે. તેઓ તમામ પ્રાકૃતિક ખેતી કરે એવા પ્રયત્નો કરવાના છે. રાજયપાલે વધુમાં જણાવ્યું હતું કે, આપણે તમામ જગ્યાએ ઝેર ફેલાવી દીધું છે જેથી હવે પાણી પીતા પણ વિચાર કરવો પડશે. શાકભાજી અને ફળો પણ હવે દવાઓથી ઝેરી બની ગયાં છે. ખેતી તથા પાણીને બચાવવા માટે હવે આપણે જાગૃત બનવું પડશે.

Next Story