Connect Gujarat

જીપીસીબીના કર્મચારીઓની ઉદારતા : કોરોના માટેના ફંડમાં 8.16 લાખ રૂા.નું અનુદાન

જીપીસીબીના કર્મચારીઓની ઉદારતા : કોરોના માટેના ફંડમાં 8.16 લાખ રૂા.નું અનુદાન
X

ભારત દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી હોવાથી આરોગ્યલક્ષી સેવાઓ વધારવા માટે દેશભરમાંથી દાનનો ધોધ વહી રહયો છે ત્યારે જીપીસીબીના કર્મચારીઓએ પણ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં આપ્યો છે.

કોરોના વાયરસ સામે ભારત દેશ મજબુતાઇથી મુકાબલો કરી શકે તે માટે રાજય અને કેન્દ્ર સરકાર અસરકારક પગલાં ભરી રહી છે. દેશમાં આરોગ્યલક્ષી સુવિધાઓને અદ્યતન બનાવી કોરોનાના દર્દીઓનો સુચારૂ ઇલાજ થાય તે માટે દેશભરમાંથી લોકો દાન કરી રહયાં છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ( જીપીસીબી)ના 428 જેટલા કર્મચારીઓએ તેમનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે. જીપીસીબી તરફથી અંદાજે 8.16 લાખ રૂપિયા જમા કરાવવામાં આવશે. જીપીસીબીના સભ્ય સચિવ એ.વી.શાહના માર્ગદર્શન અને પ્રેરણાથી જીપીસીબીના કર્મચારીઓએ ઉમદા કાર્ય કર્યું છે.

Next Story
Share it