Connect Gujarat
ગુજરાત

GPCPSIRD એ વિલાયત, ભેરસમ અને સાયખાની જમીન સંપાદન માટે વાંધા અરજી મંગાવતા ખેડૂતો લાલઘૂમ

GPCPSIRD એ વિલાયત, ભેરસમ અને સાયખાની જમીન સંપાદન માટે વાંધા અરજી મંગાવતા ખેડૂતો લાલઘૂમ
X

વાગરા તાલુકામાં ગુજરાત પેટ્રોલિયમ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિઝનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (GPCPSIRDA) ઘ્વારા વાગરા તાલુકામાં નગર રચના જાહેર કરી ખેડૂતોની 35 ટકા જમીન સંપાદન કરવામાં તાજેટરમા જ ટીપી 6/2 એટલે કે વિલાયત,ભેરસમ અને સાયખાની જમીન સંપાદન માટે ખેડૂતો પાસેથી વાંધા અરજીઓ મંગાવતા ખેડૂતો લાલઘૂમ બન્યા છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="109065,109066,109067,109068"]

ખેડૂતોએ ખેડૂત હિત રક્ષકદળના નેજા હેઠળ ભેરસમ ખાતે મિટિંગ કરી મારી જઈશું પણ સરકારને મફતમાં જમીન ના આપવાનો હુંકાર કરી 22 ઓગષ્ટ ને ગુરુવારના રોજ કલેકટરને આવેદન પાઠવ્યુંં હતું. વાગરા અને ભરૂચ તાલુકાના 44 ગામોને સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરી ખેડૂતોની 35 ટકા જમીન સંપાદન કરવાની કવાયત હાથ ધરતા ખેડૂતોએ વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. ખેડૂત હિત રક્ષકદળના નેજા હેઠળ ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું. જે હજી પણ ચાલી રહ્યું છે. જી.પી.સી.પી.એસ.આઈ. આર. ડી. એ.ના અધિકારીઓએ ખેડૂતોના સંગઠનને તોડવા માટે અલગ અલગ ગામોના જૂથ બનાવી ઝોન બનાવ્યા છે. જેમાં વિલાયત, ભેરસમ અને સાયખાની નગર રચના 6/2 માં સમાવેશ કર્યો છે. ત્રણે ગામના ખેડૂતોની 35 ટકા જમીન સંપાદન કરવા માટે ઓથોરિટીએ જાહેરનામું પ્રસિધ્ધ કરી ખેડૂતો પાસે થી વાંધા અરજી મંગાવતા ખેડૂતો રોષે ભરાયા છે. સમગ્ર ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ ધસી આવી કલેકટરને રજૂઆત કરી હતી.સાથે આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી બાદ પણ કાર્યવાહી નહિ કરાય તો ખેડૂતો પોતાનું આંદોલન ઉગ્ર બનાવશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી.

Next Story