Connect Gujarat
દેશ

ગ્રેટર નોઈડા : ઓટો પાર્ટસ બનાવતી કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે

ગ્રેટર નોઈડા : ઓટો પાર્ટસ બનાવતી કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે
X

ગ્રેટર નોઈડામાં સ્થિત એક ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી ગઈ. માહિતી મુજબ આ ગોડાઉન ઓટો પાર્ટસ બનાવતી કંપનીનુ છે કે જે ગ્રેટર નોઈડામાં સ્થિત છે. આગ લાગવાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાની કોશિશ કરી રહી છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ હાજર છે અને આગને નિયંત્રિત કરવામાં લાગી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે પણ દિલ્લીના સ્વરૂપ નગર સ્થિત એક કેમિકલ ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. કેમિકલ ગોડાઉનમાં આગ લાગવાની સૂચના મળ્યા બાદ ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂ કરવાની કોશિશ કરી.

Next Story