Connect Gujarat
Featured

ધોરણ 10 અને 12ની પરિક્ષાનો કાર્યક્રમ જાહેર; 10મેથી શરૂ થઈને 25મે સુધી ચાલશે

ધોરણ 10 અને 12ની પરિક્ષાનો કાર્યક્રમ જાહેર; 10મેથી શરૂ થઈને 25મે સુધી ચાલશે
X

ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર કર્યું છે.

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10મી મેથી શરૂ થઈ રહી છે. આ પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલ તારીખો પ્રમાણે, 10 મેં થી 25 મે સુધી પરીક્ષાઓ યોજાશે. ધોરણ 10માં 10 મેએ ભાષાનું પેપર, 12 મેએ વિજ્ઞાન, 15 મેએ ગણિત, 17 મેએ સામાજિક વિજ્ઞાનની પરીક્ષા યોજાશે. સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધી SSCની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12ના બોર્ડની પરીક્ષા 10 મેથી 21 મે સુધી યોજાશે. જેનો સમય બપોરે 3 વાગ્યાથી 6.30 કલાક સુધીનો રહેશે.

વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યા છે. ધોરણ-9થી 10ની સાથે ધોરણ-11 અને 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો 20%ની જગ્યાએ 30% કરાયા છે. શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરાયો છે. જ્યારે ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30% કરવામાં આવ્યું છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રમાં 50% બહુવિકલ્પ પ્રશ્નો અને 50% વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે. ધોરણ 9થી 12ના પ્રશ્નપ્રત્રમાં વર્ણાનાત્મક પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ આ વિગતો મુકવામાં આવી છે.

Next Story