Connect Gujarat
Featured

GSEB Exam: ધોરણ 12 સાયન્સના ફોર્મ આજથી બોર્ડની વેબસાઈટ પર ભરી શકાશે

GSEB Exam: ધોરણ 12 સાયન્સના ફોર્મ આજથી બોર્ડની વેબસાઈટ પર  ભરી શકાશે
X

રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાનારી પરીક્ષા માટે આજથી ધોરણ 12 સાયન્સના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. આજથી એક મહિના સુધી ઓનલાઈન ફોર્મ ફરી શકાશે. તેમાં પણ રિપિટરે પણ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવું પડશે.

રાજ્યની તમામ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહિવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવાય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વર્ષ 2021ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદન ઓનલાઈન GSEBની વેબસાઈટ પર ભરી શકાશે.

21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી રાતના 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ પર આવેદનપત્ર ભરી શકાશે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રિપિટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવા પડશે. આ માટેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઈટ gseb.org પર મૂકવામાં આવી છે.

Next Story