Connect Gujarat
ગુજરાત

GSRTCની હિસાબી અધિકારીની પરિક્ષાના પ્રમાણ પત્રો ચકાસણી પૂરી થયા બાદ મળ્યો કોલ લેટર !

GSRTCની હિસાબી અધિકારીની પરિક્ષાના પ્રમાણ પત્રો ચકાસણી પૂરી થયા બાદ મળ્યો કોલ લેટર !
X

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ એટલે કે, એસ.ટી વિભાગમાં વિવિધ ભરતીઓમાં છબરડાઓ થયાના વહેતા થયેલા સમાચાર બાદ તેને પુરાવો અરવલ્લી જિલ્લામાં સામે સામે આવ્યો છે. એસ.ટી વિભાગમાં હિસાબી અધિકારીની પરિક્ષા બાદ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાના ઉમેદવારોને કોલ લેટર તો મળ્યા પણ મોડે મોડે, થી આવા ઉમેદવારો તેમના પ્રમાણપત્રોની ચકાસણી કરાવી નથી શક્યા અને નોકરીથી હાથ ધોવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જાલમખાંટ મુવાડાના ઉમેદવારને પરિક્ષાની તારીખ પૂરી થયા બાદ કોલ લેટર મળતાં નિરાશા હાથ લાગી છે.

[gallery td_gallery_title_input="GSRTCની હિસાબી અધિકારીની પરિક્ષાના પ્રમાણ પત્રો ચકાસણી પૂરી થયા બાદ મળ્યો કોલ લેટર !" td_select_gallery_slide="slide" size="large" ids="94016,94013,94014,94015"]

એસ.ટી નિગમની હિસાબી અધિકારી વર્ગ – 2 સીની કક્ષાની પરિક્ષા અન્વયે અસલ પ્રમાણ પત્રોની ચકાસણી કરવા માટે ઉમેદવારોને અમદાવાદના નરોડા પાટિયા ખાતે આવેલી એસ.ટી નિગમની ખચેરી ખાતે બોલાવાયા હતા. આ માટે ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી તારીખ 2-05-2019ના રોજ રાખવામાં આવી હતી, જોકે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના શૈલેષકુમાર ભલાભાઈ ખાંટ નામના ઉમેદવારને તારીખ 4-05-2019ના રોજ કોલ લેટર મળ્યો હતો. પોસ્ટ વિભાગ દ્વારા તારીખ 24-04-2019 તારીખે પોસ્ટ મારફતે રવાના કરાયું હતું, જોકે પ્રમાણપત્રોની ચકાસણીની તારીખ પૂરી થયા બાદ ઉમેદવારને કોલ લેટર મળ્યો હતો. કોલ લેટર મળતાની સાથે જ આ યુવક તાત્કાલિક અમદાવાદ ખાતે પ્રમાણપત્ર ચકાસણી કેન્દ્ર ખાતે તપાસ કરી પૂછપરછ હાથ ધરતા સંતોષકારક જબાબ નહોતો અપાયો. ત્યારે સવાલ એ થાય છે કે, પરિક્ષા પૂરી થયા બાદ કોલ લેટર કેમ મોડો મોકલ્યો અથવા તો મોડો મળ્યો ? એક તરફ બેરોજગારી ઘટવાનું નામ નથી લેતી તો બીજી બાજુ ચાલતા આવી બેદરકારીના કારણે બેરોજગાર યુવાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

Next Story