Connect Gujarat
દેશ

GST કાઉન્સિલની 28મી બેઠક મળીઃ સેનિટરી નેપકિન પર હવે નહીં લાગે કોઈ ટેક્ષ

GST કાઉન્સિલની 28મી બેઠક મળીઃ સેનિટરી નેપકિન પર હવે નહીં લાગે કોઈ ટેક્ષ
X

પેટ્રોલમાં ઉપયોગ કરવામાં આવતા એથેનોલ પર GST 18% ઘટાડીને 5% કરવામાં આવ્યો

કેન્દ્રીય નાણા મંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 28મી બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં મળી હતી. આ બેઠક દરમિયાન કાઉન્સિલે સેનિટરી નેપકિનને GSTમાંથી બહાર કરી દીધા છે. પહેલાં સેનિટરી નેપકિન પર 12% ટેક્સ લાગતો હતો. GST કાઉન્સિલે 28% સ્લેબવાળા 30થી વધુ પ્રોડક્ટમાં પણ GST ઘટાડી દીધો છે. વાંસની ફ્લોરિંગ પર GST 18% ઘટાડીને 12% કરવામાં આવ્યો છે.

પેટ્રોલમાં ઉપયોગ કરવામાં આવતા એથેનોલ પર GST 18% ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. GSTમાં એક વર્ષમાં આ ત્રીજો સૌથી મોટો ફેરફાર છે. આ પહેલા નવેમ્બર 2017માં 213 વસ્તુઓ અને જાન્યુઆરી 2018માં 54 સેવાઓ અને 29 વસ્તુઓ સસ્તી કરવામાં આવી હતી. નવો ટેક્સ દર 27 જુલાઇથી લાગુ કરવામાં આવશે.

ટેક્સટાઇલ

સેનિટરી નેપકિન, સોનું-ચાંદી વગરની રાખડીઓ, માર્બલ અથવા લાકડામાંથી બનાવેલી મૂર્તિઓ, હેન્ડીક્રાફ્ટ સાથે સંકળાયેલ વસ્તુઓ કરાઇ ટેક્સ ફ્રી

68 સેમી સુધીનું ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, મિક્સર-ગ્રાઇન્ડર-જ્યુસર, વોટર કુલર, વોટર હિટર, શેવર, લીથિયમ, આયરન બેટરી, હેન્ડલુમની કાર્પેટ, વણાયેલી ટોપીઓ, સેન્ટ, પરફ્યૂમ, 1000 રૂપિયા સુધીના બુટ

GST રિટર્ન ભરવાની પ્રક્રિયા બનશે સરળ

GST કાઉન્સિલની બેઠકમાં GST રિટર્ન ભરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની મંજૂરી આપી દીધી છે. હવે વેપારીઓએ સિંગલ પેજ રિટર્ન ભરવાનું રહેશે. આ ઉપરાંત અત્યારસુધી એક મહિનામાં ત્રણની જગ્યાએ માત્ર એક રિટર્ન જ દાખલ કરવું પડશે. વર્ષે પાંચ કરોડ રૂપિયા સુધી ટર્નઓવરવાળા વેપારીઓને ત્રિમાસિક રિટર્ન ભરવા પડશે. કાઉન્સિલે GST કાયદામાં પ્રસ્તાવિત 46 ફેરફારોને મંજૂરી આપી છે.

મહિલાઓને મળી મોટી રાહત

બેઠકમાં સામેલ થયેલાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે સેનિટરી નેપકિન હવે GST ફ્રી છે. જો કે ખાંડ પર સેસને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. તો સેનિટરી નેપકિન પર GST કાઉન્સિલના નિર્ણયથી મહિલાઓને મોટી રાહત મળી છે. અત્યારસુધી સેનિટરી નેપકિન પર 12% GST લાગતો હતો, જેની ભારે નિંદા થતી હતી. અનેક મહિલા સંગઠનોએ આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

Next Story