Connect Gujarat
દેશ

GST બાદ પ્રીમીયમ ટ્રેનની મુસાફરી બની મોંઘી

GST બાદ પ્રીમીયમ ટ્રેનની મુસાફરી બની મોંઘી
X

જી.એસ.ટી. અમલમાં આવતા અનેક ફેરફારો જોવા મળ્યા છે. હવે દેશની ત્રણ લાંબા અંતરની ટ્રેન રાજધાની, શતાબ્દી, દુરાન્તોનો પ્રવાસ પણ મોંઘો થશે.

રેલવેએ ટીકીટના દર માટે સર્જ પ્રાઈસિંગ મોડેલ તથા ડાયનેમિક ફેર મોડેલ અપનાવ્યું છે, જે હેઠળ ટ્રેનમાં ઉપલબ્ધ સીટની જગ્યા જેમ જેમ ઘટતી જાય તેમ તેમ ટીકીટના ભાવ વધતા જાય છે.

હવે એવું પણ બની શકે છે કે લોકો ટ્રેનની મોંઘી મુસાફરી છોડી વિમાની મુસાફરી તરફ વળશે. ડાયનેમિક મોડેલના લીધે ઘણા પ્રવાસીઓ વિમાનની પસંદગી કરતા થઇ ગયા છે. જેમ કે ૪૦૦૦ની એ.સી. ટીકીટ માટે જયારે ૨ સીટ જ ઉપલબ્ધ હોય ત્યારે હવે ૪૫૦૦ થઇ જશે, તો લોકો ૧૦૦૦ વધુ ઉમેરી વિમાનમાં સફર કરવાનું જ પસંદ કરશે, જેમાં સમયની પણ બચત થતી હોય છે. જી.એસ.ટી. બાદ તો એજ ૪૦૦૦ ની ટીકીટના ભાવ ૫૩૦૦ થઇ ગયા હોવાનું જાણવા મળ્યુ છે.

હવે અધિકારીઓ માટે માથાના દુખાવા સમાન બની ગયું છે કે જી.એસ.ટી. પછી કઈ રીતે ભાડા રાખવા જેથી લોકો ટ્રેનમાં જ પ્રવાસ કરે, પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો ન થાય,અને રેલવેને નફો પણ થાય.

Next Story