Connect Gujarat
ગુજરાત

ગુજરાત -11 ફિલ્મના પ્રિમિયર પહેલાં દર્શકોમાં જોવા મળી ભારે ઉત્કંઠા

ગુજરાત -11 ફિલ્મના પ્રિમિયર પહેલાં દર્શકોમાં જોવા મળી ભારે ઉત્કંઠા
X

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સૌથી ખર્ચાળ અને

સ્પોર્ટસ આધારિત ફિલ્મ ગુજરાત 11ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહયાં હતાં. ગુરૂવારના રોજ અમદાવાદ ખાતે ફિલ્મનો

પ્રિમિયર યોજવામાં આવ્યો હતો. ફિલ્મના પ્રિમિયર પહેલાં જ દર્શકોમાં ભારે ઉત્કંઠા

જોવા મળી હતી.

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલાં સીનેપોલીસ ખાતે ગુરૂવારે ગુજરાત-11 ફીલ્મનો પ્રિમિયર યોજાયો હતો. ફીલ્મના પ્રોડયુસર એમ.એસ.જોલી, હરેશ પટેલ, કો- પ્રોડયુસર કરણ જોલી, દિગ્દર્શક જયંત ગીલાટર, અભિનેત્રી ડેઇઝી શાહ સહિતના કલાકારો સિનેમાગૃહ ખાતે હાજર રહયાં હતાં. જેમ જેમ ફિલ્મ શરૂ થવાનો સમય નજીક આવતો ગયો તેમ હાજર તમામ લોકોની ઉત્કંઠા વધતી ગઇ હતી. ફિલ્મ શરૂ થતાં પહેલાં જ દર્શકો, કલાકારો અને પ્રોડયુસરોએ ફીલ્મ દર્શકોને જરૂરથી પસંદ આવશે તેવી આશા વ્યકત કરી હતી અને તેમની આશા સાર્થક સાબિત થઇ હતી. જુઓ ફિલ્મ પહેલા દર્શકો અને કલાકારોના પ્રતિભાવો.

Next Story