Connect Gujarat
Featured

રાજયમાં કલમ 144નો કડક અમલ, બહાર નીકળેલા લોકોને પોલીસે પાછા મોકલ્યાં

રાજયમાં કલમ 144નો કડક અમલ, બહાર નીકળેલા લોકોને પોલીસે પાછા મોકલ્યાં
X

રાજયમાં કોરોના વાયરસના વધી રહેલાં કેસના પગલે લોક ડાઉન કરી દેવાયું છે તેમ છતાં લોકો ઘરોની બહાર નીકળી રહયાં હોવાથી પોલીસ સક્રિય બની છે. કામ વગર બહાર નીકળેલા લોકોને પરત ઘરોમાં મોકલી દેવાયાં છે. લોક ડાઉનના પગલે ભરૂચ અને અંકલેશ્વર સહિત અન્ય શહેરોમાં બજારો બંધ રહયાં હતાં.

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 33 પર પહોંચી ચુકી છે. સમગ્ર રાજયમાં કલમ -144 લાગુ કરીને લોકો પોતાના જ ઘરોમાં રહે તેવો પ્રયાસ કરાયો હતો તેમ છતાં લોકો ગંભીર બન્યાં ન હતાં અને ઘરોની બહાર અવરજવર ચાલુ રાખી હતી જેના પગલે સોમવારે રાતથી આખા રાજયમાં લોક ડાઉન કરી દેવાયું છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરની સ્થિતિ પર નજર રાખવામાં આવે તો પોલીસે કલમ- 144નો ભંગ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં અનેક લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લોકડાઉનની જાહેરાત બાદ ભરૂચ અને અંકલેશ્વરમાં બજારો સ્વયંભુ બંધ રહયાં હતાં. માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો ખુલ્લી જોવા મળી હતી. લોકો અર્નિવાર્ય સંજોગો સિવાય બહાર ન નીકળે તે માટે પોલીસ સક્રિય બની છે. વિવિધ સ્થળોએ પોઇન્ટ ઉભા કરી વાહનો તેમજ લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને કારણ વગર બહાર નીકળેલા લોકોને પરત તેમના ઘરોમાં મોકલી આપવામાં આવી રહયાં છે. કનેકટ ગુજરાત પણ આપ સૌને ઘરમાં રહી પોતાને તથા પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે અપીલ કરે છે.

Next Story