Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા માં-કાર્ડ વિતરણ સમારોહનું કરાયું આયોજન

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા માં-કાર્ડ વિતરણ સમારોહનું કરાયું આયોજન
X

સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત વદોડરા ના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા ૫૦૦૦ મા કાર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.આ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત વદોડરા ના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વાઘોડિયા રોડ પર રેવા પાર્ક નજીક જય અંબે ગરબા મેદાન ખાતે ગુજરાત ના મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં માં કાર્ડ વિતરણ સમારોહ યોજયો. વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક ના ૫૦૦૦ લાભાર્થીઓ ને આજ ના દિવસે માં કાર્ડ નું વિતરણ કરવામાં આવશે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="59420,59421,59422,59423,59424,59425"]

સમારંભ માં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા કરવામાં આવેલ પ્રસંશનીય કામગીરી ને બિરદાવી હતી.અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર ની ગરીબો માટે ની માટે અનેક વિધ યોજનાઓ વિશે માહિતી આપી અને જણાવ્યું હતું કે સરકાર ની યોજના નો લાભ છેવાડે ના માનવી સુધી પહોંચે તે જરૂરી છે અને તે માટે તેમની ટીમે બે મહિના સુધી કાર્ય કર્યું.આરોગ્ય વિભાગ ની આ યોજનાને કારણે અનેક લાભાર્થીઓ ને લાભ થયો છે.આજના સમયમાં મેડિકલ ખર્ચ મોંઘો છે અને ગરીબ મધ્યમ વર્ગ ના લોકોને કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે, નોંધારો ન બને તે માટે માં સરકારે માં-કાર્ડની યોજના મૂકી છે.

આ યોજના સાચા અર્થમાં ગરીબો માટેની સાબિત થઈ છે. સરકાર ની બીજી યોજના જે ગરીબ મધ્યમ વર્ગ ના લોકો માટે લગ્ન માટે સરકારી બસ ઓછા ભાડે આપવાની યોજના. એસ ટી ની બસો ભાડે આપવામાં આવશે અનેક લોકોને આ યોજના નો લાભ મળી રહ્યો છે.સરકાર અકસ્માતના સમયે દર્દીની જે સારવાર કરતી હોસ્પિટલને તાત્કાલિક સારવાર માટે સરકાર ૫૦ હાજર રૂપિયા આપશે.

જો કોઈ હોસ્પિટલ અકસ્માત સમયે સારવારની ના પડશે તો તેમની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે.આ પણ એક નિર્ણય સરકારે કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જણાવ્યું હતું કે સરકાર માત્ર માનવી નહિ પણ જીવ માત્ર ની ચિંતા કરે છે. સરકારે ૧૯૬૨ કોલ નંબર જાહેર કર્યો છે જેનાથી ઘાયલ પશુને વેટરનીટી હોસ્પિટલ સુધી પહોંચાડી શકશે.

ગુજરાતના છેવાડે રહેતા માનવીને આ યોજનાનો લાભ મળશે.આગામી સમયે પી.એમ મોદી આયુષ્ય માન ભવ યોજના અમલમાં મુકવાના છે.

Next Story