Top
Connect Gujarat

ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાતા નેતાઓ અને કાર્યકર્તાઓમાં છવાઇ ખુશીની લહેર

ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાતા નેતાઓ અને કાર્યકર્તાઓમાં છવાઇ ખુશીની લહેર
X

લોકસભાની ચૂંટણીમાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને વધાવી લીધી છે, સાથે જ કોંગ્રેસનો સફાયો કર્યો છે. ભાજપનો રાષ્ટ્રવાદનો મુદ્દો આ ચૂંટણીમાં ચાલ્યો છે, મોદી મેજિક ફરી વાર છવાયો છે.

જોકે લોકોએ રાષ્ટ્રવાદ અને મોદી મેજિકને યાદ રાખ્યું છે. ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા કામ કરી ગઈ છે, આ વખતે ગત ચૂંટણી કરતાંય વધુ જંગી લીડથી ભાજપના ઉમેદવારો જીત્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી રેકોર્ડ બ્રેક લીડથી જીત્યા છે.

એ જ રીતે વડોદરા લોકસભા બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારને જંગી લીડ મળી છે. રાજકોટ, સાબરકાંઠા,નવસારી,ભરૂચ,જુનાગઢ,ભાવનગર અને છોટાઉદેપુર સહિત ની ગુજરાતની સમગ્ર ૨૬ લોકસભા બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાતા નેતાઓ અને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ જીતના પગલે ઠેર ઠેર વિજયોત્સવ પણ મનાવાયો હતો.જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા આતશબાજી સાથે રેલીઓ કાઢીને ઉજવણી કરવામાં આવી હતી.

Next Story
Share it