Connect Gujarat
Featured

ભરૂચ : આવતી કાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર ખાતે મુલાકાત લઈ પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી

ભરૂચ : આવતી કાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર ખાતે મુલાકાત લઈ પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી
X

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાનારી બોર્ડની પરીક્ષાનો આવતી કાલથી પ્રારંભ થનાર છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ભાવિની કસોટીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

રાજ્યભરમાં આવતી કાલથી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 41080 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ ઉત્સુકતા સાથે પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ પોતાની બેઠક વ્યવસ્થાને નિહાળી હતી.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે મુક્ત મને પરીક્ષા આપે તે માટેનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે વિજળી, પાણી સહિત પ્રાથમિક સુવિધાઓ સાથે સંપૂર્ણ તૈયારીઓ સંપન્ન કરવામાં આવી છે.

Next Story