Connect Gujarat
Featured

ગુજરાત વર્ષ 2020-21 બજેટ : રૂ. 2,17,287 કરોડનું બજેટ, જુઓ બજેટની હાઈલાઈટ્સ

ગુજરાત વર્ષ 2020-21 બજેટ : રૂ. 2,17,287 કરોડનું બજેટ, જુઓ બજેટની હાઈલાઈટ્સ
X

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસનું બજેટ બપોરે શરૂ થયું હતું. નાણામંત્રી નીતિન પટેલે રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ.

આજથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ. બજેટમાં શહેરી વિસ્તારમાં રહેતા શ્રમિકોને ફાયદો કરતી જાહેરાત કરાઈ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં બાંધકામ શ્રમિકોને બસમાં મુસાફરી કરવા સરકાર સહાય આપશે જેના માટે રૂ. 50 કરોડ ફાળવવામાં આવ્યા છે. બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવાનો સરકારે પ્રયાસ કર્યો છે અને દર વર્ષે પ્રત્યેક પરિવારને 12 કિલો તૂવેર દાળ આપશે જેનો 66 લાખ લોકોને લાભ મળશે. આ ઉપરાંત બજેટની હાઈલાઈટ્સ પર નજર કર્યે તો

  • કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે રૂ 7423 કરોડ
  • પશુપાલકોની સહાય માટે 2200 કરોડની જોગવાઇ
  • ગાયોની સાર સંભાળ માટે 2100 કરોડની જોગવાઇ ( સરકારે અંદાજે 50 હજાર ખેડૂતો માટે ગાયદીઠ મહિને રૂપિયા 900ના નિભાવ ખર્ચની જાહેરાત કરી છે)
  • 200 કરોડની મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજનાની જાહેરાત
  • શિક્ષણ વિભાગ માટે 31,955 કરોડની જોગવાઈ
  • મહિલા-બાળ વિકાસ માટે 3150 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11243 કરોડની જોગવાઈ
  • સામાજિક ન્યાય, અધિકારિતા માટે 4321 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠા માટે 4317 કરોડ ની જોગવાઈ
  • ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે રૂ 13917 કરોડ
  • માનવ કલ્યાણ યોજના નાના અને નબળા વર્ગ માટે 48 કરોડ
  • જળસંપતિ વિભાગ માટે 7220 કરોડ ની જોગવાઈ
  • આદિ જાતિ વિકાસ વિભાગ માટે 2675 કરોડ ની જોગવાઈ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી 387 કરોડ ની જોગવાઇ
  • વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરાશે
  • ઉદ્યોગ અને ખાણ માટે 7017 કરોડની જોગવાઈ
  • શ્રમ અને રોજગાર વિભાગ માટે 1461 કરોડ ની જોગવાઈ
  • માર્ગ મકાન વિભાગ માટે 10200 કરોડ ની જોગવાઈ
  • ખેડૂતો ને રાહત દરે વિજ પુરવઠો મળે તે માટે રૂ 7385 કરોડ સબસિડી
  • ઉર્જા અને પેટ્રો કેમિકેલ વિભાગ માટે 13917 કરોડ ની જોગવાઈ
  • અન્ન અને નાગરિક પુરવઠા માટે 1271 કરોડ.

Next Story