Connect Gujarat
Featured

ગુજરાત બજેટ 2021-22 : નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું

ગુજરાત બજેટ 2021-22 : નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું
X

કોરોનાકાળ તેમજ લૉકડાઉનને કારણે સરકારની આવકમાં ઘટાડો થવાને કારણે રાજ્યના બજેટના કદમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. બજેટ જાહેર કરતાં પહેલાં નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, “હવે આપણી કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાએ મને સહયોગ આપ્યો છે. પીએમ મોદીએ રસી લઈને દેશવાસીઓને પ્રેરણા આપી છે.”

વધુમાં નિતિન પટેલે જણાવ્યુ કે, આ વખતનું બજેટ ગુજરાતની વિકાસયાત્રાને ધ્યાનમાં રાખીને રજૂ થવાનું છે. ગુજરાતમાં પ્રજાનો સવાંગી વિકાસ થાય, તેમના વિસ્તારોનો પણ વિકાસ થાય એનું ધ્યાન રાખવામાં આવશે. સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર હકીકતમાં ચરિતાર્થ થાય એ પ્રમાણેનું બજેટ છે.

જાહેર કરેલી રકમથી ગુજરાતના દરેક ક્ષેત્રના વિકાસ માટે પ્રજાને ખૂબ મોટો લાભ થશે. ગઈકાલે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જનતાએ જે અમારા પક્ષને જબરદસ્ત સમર્થન આપ્યું છે, ત્યારે હવે અમારી જવાબદારી છે કે પ્રજા માટે વધુ સારી રીતે કામ કરી વધુમાં વધુ લાભ મળે એનું ધ્યાન રાખીશું.

કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરવા જઈ રહી છે. જોકે ગુજરાત સરકારે એક સ્ટેપ આગળ વધીને ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે, જેમાં બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાશે અને લોકો એની માહિતી પોતાના મોબાઇલમાં જ મેળવી શકશે. પેપરલેસ બજેટથી રાજ્ય સરકારને 44 લાખ કાગળ અને 80 લાખ રૂપિયાની બચત થશે.

વિધાનસભા બજેટ 2021-22 અપડેટ:

• ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ

  • વર્ષ 2021 - 22નું રૂ.2, 27, 029 કરોડનું બજેટ
  • કૃષિ કલ્યાણ, સહકાર વિભાગ માટે રૂ.7232 કરોડ
  • જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5494 કરોડ
  • શિક્ષણ વિભાગ માટે રૂ.32, 719 કરોડનું બજેટ
  • આરોગ્ય વિભાગ માટે રૂ.11, 323 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ.3511 કરોડ
  • પાણી પુરવઠા વિભાગ માટે રૂ.3974 કરોડ
  • સામાજિક, ન્યાય અધિકારીતા વિભાગ માટે રૂ.4353 કરોડ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ.2656 કરોડ
  • પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.8796 કરોડ
  • શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે રૂ.13, 493 કરોડ
  • શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂ.1502 કરોડ
  • ગાંધીનગર ગિફ્ટ સિટી માટે રૂ.100 કરોડ
  • માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.11, 185 કરોડ
  • બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે રૂ.1478 કરોડ
  • ઊર્જા અને પેટ્રો કેમિકલ વિભાગ માટે રૂ.13, 034 કરોડ
  • ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે રૂ.910 કરોડ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ.6599 કરોડ
  • વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ.1814 કરોડ
  • ગૃહ વિભાગ માટે રૂ.7960 કરોડની જોગવાઈ
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1224 કરોડ
  • મહેસૂલ વિભાગ માટે રૂ.4548 કરોડની જોગવાઈ
  • વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ.563 કરોડ
  • રમતગમત યુવા, સાંસ્કૃતિક વિભાગ માટે રૂ.507 કરોડ
  • કાયદા વિભાગ માટે રૂ.1698 કરોડની જોગવાઈ
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે રૂ.168 કરોડ
  • સામાન્ય વહીવટ વિભાગ માટે રૂ.1730 કરોડ

Next Story