Connect Gujarat
Featured

અમદાવાદ : ઉત્તર ભારતની હિમવર્ષાની ગુજરાતમાં અસર, તાપમાનનો પારો ગગડયો

અમદાવાદ : ઉત્તર ભારતની હિમવર્ષાની ગુજરાતમાં અસર, તાપમાનનો પારો ગગડયો
X

અરબી સમુદ્રમાં સર્જાયેલ અપર એર સર્ક્યુલેશન અને ઉત્તર ભારતમાં થયેલ ભારે હિમવર્ષાના કારણે ગુજરાતના અનેક શહેરોમાં કાતિલ ઠંડી પડી રહી છે અમદાવાદમાં તો છેલ્લા 24 કલાકમાં પારો 10 ડિગ્રીની નીચે ઉતરી જતાં લોકો ઠંડીમાં ઠુઠવાયાં હતાં.

રાજયમાં રવિવારે બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજયમાં હાંજા ગગડાવતી ઠંડીથી લોકો ઠુઠવાય રહયાં છે. રાજ્યના હવામાન વિભાગનું કેહવું છે કે હજી 2 દિવસમાં સમગ્ર રાજ્યમાં ઠંડી વધશે. શનિવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી હતું અને લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ હતું જેને કારણે ઠંડીમાં થોડી રાહત મળી હતી પણ 24 કલાકની અંદર વાદળછાયું વાતવરણ અને ઠંડા પવન ફુંકાતા પારો ગગડયો હતો અને લઘુતમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ગયું હતું.

રાજ્યના અનેક શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે 9 શહેરોમાં તાપમાન બે ડિજીટની અંદર નોંધ્યું છે આવનાર દિવસોમાં કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં કોડ વેવની સ્થિતિ સર્જાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે દાહોદ મહીસાગર અને સાબરકાંઠા જેવા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા પણ છે. રવિવારે બપોર બાદ રાજયના કેટલાય શહેરો અને ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

Next Story