Connect Gujarat
Featured

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 54 નવા કેસ આવ્યા સામે, કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 432 થઈ

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 54 નવા કેસ આવ્યા સામે, કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 432 થઈ
X

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે આજે ગુજરાતમાં કોરોનાના નવા 54 કેસ જોવા મળ્યા છે. ગઈકાલે સાંજે 378 કેસ હતા તે હવે વધીને 432 થયા છે. ઉપરાંત ગાંધીનગરના એક પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આજે જે નવા 54 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત અને ભાવનગરમાં 1-1 કેસ સામે આવ્યા છે.

આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 432એ પહોંચ્યો છે. જ્યારે 19 લોકોના મોત નીપજ્યા છે. તો 33 લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનીય છે કે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.

ગુજરાતમાં જે 432 કેસ છે તેમાંથી 379 એક્ટિવ કેસ છે જેમાંથી 3 ક્રિટિકલ છે જ્યારે 376 સ્ટેબલ છે. જ્યારે 34 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 19એ પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 1593 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 124 પોઝિટિવ, 1187 નેગેટિવ અને 282 સેમ્પલ પેન્ડિંગ છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 8331 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 432 પોઝિટિવ આવ્યા છે જ્યારે 7617 નેગેટિવ આવ્યા છે અને 282 પેન્ડિંગ છે.

ગુજરાતમાં જે 432 કેસ કોરોનાના આવ્યાછે તેમાંથી 33 કેસ વિદેશી આવેલ વ્યક્તિઓના છે. જ્યારે 32 કેસ આંતર રાજ્યથી ચેપ લાગેલ છે અને 367 કેસ લોકલ ટ્રાન્સમિશનથી લાગેલ છે જે ચિંતાનો વિષય છે.

ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સર્વે કરી રહ્યાં છે તે દરમિયાન 60,000 લોકો તાવ-શરદી-કફ જેવાં ઇન્ફ્લુએન્ઝા બિમારીના લક્ષણોવાળા જણાયાં હતાં. તો શ્વસનતંત્રની ગંભીર બિમારીઓ ધરાવતાં પણ કેટલાંક લોકો ધ્યાને આવ્યાં છે. આવાં લોકો પર આરોગ્યવિભાગની ખાસ નજર રહેશે. આ તમામ દર્દીઓને સંપૂર્ણપણે હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરવાની સલાહ અપાઇ છે.

Next Story