Connect Gujarat
ગુજરાત

ગુજરાત ભ્રષ્ટાચારમુક્ત રાજ્ય બનવા તરફ અગ્રેસર, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સૌથી ઓછા કરપ્શન રેટવાળું રાજ્ય

ગુજરાત ભ્રષ્ટાચારમુક્ત રાજ્ય બનવા તરફ અગ્રેસર, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સૌથી ઓછા કરપ્શન રેટવાળું રાજ્ય
X

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે સૌથી ઓછા કરપ્શન રેટવાળા રાજ્યમાં સ્થાન મેળવ્યું છે. દેશમાં સૌથી ઓછો કરપ્શન રેટ ગુજરાતમાં છે. દેશની એક અગ્રણ્ય બિન-રાજકીય, બિન સરકારી સ્વતંત્ર એજન્સી ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ લિ. ઈન્ડિયા દ્વારા ઈન્ડિયા કરપ્શન સર્વે ર૦૧૯માં આ હકીકત પ્રતિપાદિત થઈ છે. દેશના ર૦ રાજ્યોના ૨૪૮ જિલ્લામાં બે લાખ શહેરી-ગ્રામીણ નાગરિકોના પ્રતિભાવો મેળવીને એક અહેવાલ તૈયાર કરાયો છે, જે સર્વે મુજબ આખા ભારતમાં ગુજરાત સૌથી ઓછો કરપ્શન રેટ ધરાવતું સ્ટેટ છે. ગુજરાત ઉપરાંત ગોવા, ઓડિશા, કેરળ અને હરિયાણાનો ઓછા કરપ્શનવાળા રાજ્યોની યાદીમાં સમાવેશ થાય છે, જ્યારે સૌથી વધુ કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાનમાં ૭૮% લોકમત કહે છે કે, અહીં લોકોને પોતાના કામ માટે લાંચ આપવી પડે છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ વિભાગોમાં હવે લેસ હ્યુમન ઈન્ટરફેસ થાય તેવા હેતુથી ઓનલાઈન પદ્ધતિ વિકસાવવાને પરિણામે કરપ્શનની માત્રામાં ઘટાડો થયો છે. ગુજરાત દેશમાં અત્યંત ઓછા કરપ્શનવાળા રાજ્ય તરીકે આ સર્વેમાં ઊભરી આવ્યું છે. ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં ઓનલાઈન NA, NOC, રાજ્યમાં ગમે તે સ્થળે ૭/૧ર ૮-અના ઉતારા ઓનલાઈન મેળવવાની સુવિધા, આઈ ઓરા જેવા પારદર્શી પ્રોગ્રામથી નો ડ્યુ, બિનખેતી, વારસાઈ જેવા દાખલા તાત્કાલિક મળી જવા જેવી વ્યવસ્થા વિકસાવી છે.

બિલ્ડિંગ પરમીશન ઓનલાઈન આપવા સાથોસાથ હવે તો લાભાર્થીઓને DBT ઉદ્યોગોને વીજ શુલ્ક માફી માટે પણ ઓનલાઈન પોર્ટલ, MSME એકમોને ઓનલાઈન એપ્લિકેશનના આધારે માત્ર પાંચ જ મિનિટમાં મંજૂરી જેવા આયામોએ પ્રશાસન પ્રત્યે લોકોમાં વધુ વિશ્વાસ જગાવ્યો છે. ખાણ-ખનિજોની લીઝની ઓનલાઈન હરાજી, ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ગેરકાયદે ભૂ-ખનન પર નિયંત્રણ, સી.એમ. ડેશબોર્ડ દ્વારા ૩૪૦૦ ઈન્ડિકેટર્સથી વિભાગોની કામગીરી તથા જિલ્લા તંત્રોની કામગીરીના રિયલ ટાઈમ મોનિટરિંગના પરિણામે ગુજરાતમાં કયાંય કોઈ અરજદાર કે લાભાર્થીને પાઈ-પૈસો આપવો પડતો નથી. રૂપાણી સરકારે તમામ સ્તરેથી ભ્રષ્ટાચાર-કરપ્શન નાથવા ACBને વિશાળ સત્તાઓ આપી છે. એટલું જ નહીં, બટન-પેન કેમેરા, વોઈસ રેકોર્ડર, સ્પેક્ટ્રોગ્રાફી જેવા અદ્યતન ઉપકરણોથી સજ્જ પણ કરી છે.

ઈન્ડિયા કરપ્શન સર્વે ર૦૧૯માં દેશના ૬૪% પુરૂષો અને ૩૬% મહિલાનો મત લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના આ સર્વે માટે કુલ ૧,૯૦,૦૦૦ પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા. જેમાંથી ૧.ર૦ લાખ રાષ્ટ્રીય અને ૭૦ હજાર રાજ્યકક્ષાનાં સર્વેમાં મળેલા છે. જે અંતર્ગત ગુજરાત સૌથી ઓછા કરપ્ટ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ સરકારની પ્રજાલક્ષી સેવાઓની ગુણવત્તામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તથા સુખાકારીના કામો ઝડપથી પૂર્ણ થયા છે. એટલું જ નહીં, મુખ્યમંત્રીના સબળ નેતૃત્વમાં લોકપ્રશ્નોનો ત્વરિત નિકાલ શક્ય બન્યો છે. રૂપાણી સરકારની મોટાભાગની સેવા-સહાય ઓનલાઈન બનતા સરકારી કામકાજમાં પારદર્શિતા આવી છે. પરિણામ સ્વરૂપે વચેટિયા પ્રથા દૂર થતા ગુજરાત ભ્રષ્ટાચારમુક્ત રાજ્ય બની રહ્યું છે.

Next Story
Share it