Connect Gujarat
ગુજરાત

ગુજરાતના ૧૯ જળાશયો હાઇ એલર્ટ પર : પાંચ ડેમ માટે એલર્ટ જાહેર

ગુજરાતના ૧૯ જળાશયો હાઇ એલર્ટ પર : પાંચ ડેમ માટે એલર્ટ જાહેર
X

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા ડેમ) ૧૧૧.૨૩ મીટરની સપાટીએ પહોંચ્યો

રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૯/૦૭/૨૦૧૮ના રોજ સવારે ૮-00 વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણે રાજ્યના ૧૯ જળાશયો હાઇએલર્ટ, ૦૫ જળાશયો એલર્ટ તેમજ ૧૩ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા ડેમ) ૧૧૧.૨૩ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે નર્મદા ડેમ ૩૯.૭૮ ટકા ભરાયો છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, જૂનાગઢનું મધુવંતિ, પોરબંદરનું અમીરપુર અને તાપીનું દોસવાડા જળાશય સંપૂર્ણ તેમજ રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી, જૂનાગઢનું અંબાજલ અને ઓઝત-૨, તેમજ ગિર-સોમનાથનું હિરણ-૨ જળાશય ૯૦ ટકાથી વધુ ભરાતા કુલ ૧૯ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગિર-સોમનાથ જિલ્લાનું રાવલ અને શિંગોડા રાજકોટનું ભાદર-૨ અને ફોફલ-૧, અમરેલીનું સંક્રોલી મળી કુલ ૦૫ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૩ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

Next Story