Connect Gujarat
ગુજરાત

રાજ્યનાં શિક્ષણ વિભાગમાં થયો મોટો ફેરફાર, 58 શિક્ષણ અધિકારીઓની થઈ સાગમટે બદલી

રાજ્યનાં શિક્ષણ વિભાગમાં થયો મોટો ફેરફાર, 58 શિક્ષણ અધિકારીઓની થઈ સાગમટે બદલી
X

ભરૂચમાં શિક્ષણ અધિકારી એન.કે. મકવાણાનાં સ્થાને હવે એન. એમ. મહેતાની નિમણૂંક કરવામાં આવી.

રાજ્યનાં શિક્ષણ વિભાગમાં વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલીઓનો હુકમ કરવામાં આવ્યો છે. રાજ્યપાલના હુકમથી થયેલી આ બદલીઓમાં રાજ્યનાં કુલ 58 અધિકારીઓનો સમાવેશ થાય છે.

ભરૂચ જિલ્લાની વાત કરીએ તો હાલનાં શિક્ષણ અધિકારી એન.કે. મકવાણાની બદલી જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે. તેમનાં સ્થાને એન. એમ. મહેતા જેઓ હાલમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ફરજ ઉપર હતા જેમની ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એસ.એલ.ડોડીયાની જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે બદલી થતાં તેમનાં સ્થાને ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા કે.પી. પટેલને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ બદલીઓમાં કુલ 58 અધિકારીઓનો આ બદલીમાં સમાવેશ થાય છે.

Next Story