Connect Gujarat
ગુજરાત

રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્ર્નોના ઉકેલની માંગ સાથે ધરણા પ્રદર્શનો યોજાયા

રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્ર્નોના ઉકેલની માંગ સાથે ધરણા પ્રદર્શનો યોજાયા
X

સમગ્ર રાજ્યના અલગ અલગ સ્થળે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજાયું.શિક્ષકો આજે શૈક્ષણિક કામગીરીથી અળગા રહ્યા હતા અને અલગ અલગ વિસ્તારમાં ધરણા પ્રદર્શન કર્યું હતું .શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર 12 પ્રશ્નના નિરાકરણની સરકાર પાસે માંગ કરવામાં આવી છે જેમાં વર્ષ 1997 થી સળંગ નોકરી તથા તમામ લાભો,ધોરણ 6 થી 8 નો ગ્રેડ પે અલગ કરવું ,શિક્ષકો ને સોંપવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરી બંધ કરવી અને તમામ પ્રકાર ની ઓનલાઇન કામગીરી બંધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી છે..

Next Story