Connect Gujarat
Featured

2 ઓક્ટોબર ગાંધીજયંતિ નિમિત્તે ગુજરાત સરકારે કરી એક મહત્વની જાહેરાત

2 ઓક્ટોબર ગાંધીજયંતિ નિમિત્તે ગુજરાત સરકારે કરી એક મહત્વની જાહેરાત
X

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ખાદી વસ્ત્રોના વેચાણ પર 20 % ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. અને ડિસ્કાઉન્ટનો લાભ 5 ઑક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ચાલું રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. ખાદીનો વ્યાપ જન જન સુધી વિસ્તરે અને લોકો ખાદી ખરીદે એ માટે આ ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અને સાથે લઘુ ઉદ્યોગો થકી આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોના ઉત્કર્ષ માટે.

https://twitter.com/vijayrupanibjp/status/1311901521005744130

ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા લઘુ ઉદ્યોગો થકી આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોના જીવનમાં આર્થિક ઉન્નતિ આવે તેવા ભાવ સાથે મુખ્યમંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં કોઈ પણ ખાદી ભંડારમાં 5 ઓક્ટોબરથી 31 ડીસેમ્બર સુધી ખાદીની ખરીદી પર 20 ટકા વળતર મળશે. ખાદીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે. અને આજ રોજ ગાંધીજીની જન્મ જયંતિ પર આ જાહેરાત કરવામાં આવી છે.

Next Story