Connect Gujarat
Featured

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્રજાજોગ સંદેશ, કયાં 3.25 કરોડ લોકોને મળશે વિના મૂલ્યે સહાય? જુઓ વિડીયો

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્રજાજોગ સંદેશ, કયાં 3.25 કરોડ લોકોને મળશે વિના મૂલ્યે સહાય?  જુઓ વિડીયો
X

મખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્રજાજોગ સંદેશ, કયાં 3.25 કરોડ લોકોને મળશે વિના મૂલ્યે સહાય?,
જુઓ વિડીયો

ભારત દેશ સહિત ગુજરાત રાજય લોક ડાઉનની સ્થિતિમાં છે ત્યારે રાજય સરકારે એક મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રેશનકાર્ડ ધારકોને વિના મુલ્યે જીવન જરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં શ્રમજીવીઓ તેમજ રોજે રોજનું કમાઈને જીવન જીવતા લોકો, કારીગરો તથા ગરીબ લોકો હાલ વિકટ સ્થિતિ માંથી પસાર થઇ રહયાં છે. આવા 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરોડથી વધારે લોકોને લોક ડાઉન દરમિયાન જીવનજરૂરીયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કટીબધ્ધ છે. આ રેશનકાર્ડ ધારક પરિવારોને પહેલી એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ 3.50 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.50 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠુ વિનામૂલ્યે અપાશે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, કોરોના વાઇરસના સંક્રમણથી નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત PM મોદીએ કરી છે. તેવી સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સંવેદના સાથે રાજ્ય સરકારે ચિંતા કરીને આ મહત્વનો નિર્ણય કર્યો છે. જ્યારે જીવન આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી છે.

Next Story