Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જામનગરની મુલાકાતે, શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણ અંગે તંત્ર સાથે કરી બેઠક

ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જામનગરની મુલાકાતે, શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણ અંગે તંત્ર સાથે કરી બેઠક
X

જામનગર શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જોકે લોકલ ટ્રાન્સમિશનના કારણે રાજ્યનું આરોગ્ય વિભાગ વધુ ચિંતિત બન્યું છે, ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જામનગરની મુલાકાત લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ગુજરાત રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવ જયંતિ રવિ આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા, ત્યારે વહીવટી તંત્ર સાથે બેઠક યોજી દિનપ્રતિદિન વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પહોચી વળવા વિસ્તૃત ચર્ચા કરી હતી. સમગ્ર બેઠક દરમ્યાન જિલ્લા કલેકટર રવિશંકર ઉપરાંત મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર સતીષ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે, ત્યારે જિલ્લા કલેકટર દ્વારા કેટલાક વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેવા સ્થળો ઉપર હાલ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જામનગર જિલ્લાના આરોગ્ય પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી ચાંપતા પગલાં ભરવા અંગે બેઠક દરમ્યાન ચર્ચા વિચારણા કરી હતી.

Next Story