Connect Gujarat
ગુજરાત

ગુજરાત : હાઇકોર્ટના ચીફ જસ્ટીસે કર્યા બદલીના આદેશ, વાંચો કોની કયાં કરવામાં આવી બદલી

ગુજરાત : હાઇકોર્ટના ચીફ જસ્ટીસે કર્યા બદલીના આદેશ, વાંચો કોની કયાં કરવામાં આવી બદલી
X

હાઇકોર્ટના ચીફ જસ્ટીસે બદલીઓના આદેશ કર્યા છે. તેમણે કરેલા આદેશ મુજબ રજીસ્ટાર જનરલ એચ.ડી.સુથારને સાબરકાંઠાના હિમંતનગર ખાતે પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજ તરીકે, રીકુટ્રમેન્ટ વિભાગના રજીસ્ટાર એમ.આર.મેંગડેયને મહેસાણાના પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજ તરીકે, ગુજરાત સ્ટેટ લીગલ સેલના મેમ્બર સેક્રેટરી વી.કે.વ્યાસને સુરતના પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજ તરીકે, લીગલ, લો અને ઇન્કવાયરી વિભાગના રજીસ્ટાર પી.એમ.રાવલને ખંભાળીયા ખાતે દેવભુમિ દ્વારકા જિલ્લાના પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજ તરીકે તેમજ હાઇકોર્ટની લીગલ સર્વિસ કમિટીના સેક્રેટરી વી.કે.પાઠકને અમદાવાદની સીટી સિવિલ કોર્ટના જજ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.

Next Story