Connect Gujarat
ગુજરાત

ગુજરાત રાજ્યના ઉદ્યોગકારોના હિત માટે થનારી નવી જાહેરાતોની સંભાવના

ગુજરાત રાજ્યના ઉદ્યોગકારોના હિત માટે થનારી નવી જાહેરાતોની સંભાવના
X

નવા ઉદ્યોગને ૩૦ દિવસમાં રાજય સરકાર મંજૂરી તેમજ અનેક અન્ય નાણાકીય અને માળખાકીય જાહેરાતો કરાય તેવી અપેક્ષા

રાજ્યના ઉદ્યોગોના પ્રતિનિધિ મંડળે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ૧/૧૨/૨૦૧૮ના રોજ શનિવારે ખાસ મિટિંગ યોજાઇ હતી. જેમાં ‘‘ઇઝી ઓફ ડૂઇંગ બિઝનેસ’’ ના સદર્ભમાં મુખ્યમંત્રી વિજયભાઇએ રાજ્યના ઉદ્યોગોના પ્રતિનિધિઓને વિશ્વાસ અપાવ્યો હતો કે રાજય સરકાર વ્યવસાયની સરળતા માટે ઉદ્યોગોના નવીનીકરણ કે નવા ઉદ્યોગ ખાસ કરીને નાના ઉદ્યોગો માટે અરજી કર્યાથી ૩૦ દિવસમાં મંજૂરી આપશે.

આ બેઠકમાં ગુજરાત રાજ્યના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેન રાજીવકુમાર ગુપ્તા (IAS) તથા ઉપસ્થિત રહયા હતા. આમ રાજય સરકાર તેમજ જીપીસીબી તથા ઉદ્યોગોના પ્રતિનિધિઓ વચ્ચે મિટીંગ થઇ હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇએ ઉદ્યોગો માટે બીજી પણ કેટલીક ચર્ચા કરી હતી જે હવે અંગે આગામી ૧૨, ડીસેમ્બરે ગાંધીનગર મહાત્મા મંદિરમાં ઉદ્યોગકારો સાથેની યોજાનારી બેઠકમાં વિધિવત જાહેરાત કરવામાં આવશે ની સંભાવનાઓ વ્યક્ત કરાઇ રહી છે.

અંકલેશ્વર ખાતેના 5 MLD ના વધારાના લોડની મન્જુરી અને નવા બનનારા ETP પ્લાન્ટની સ્થાપના ની સરળતા તેમજ તે બનાવવા માટે ના ખર્ચ અંગે ની નાણાકીય યોજનાઓ ની જાહેરાત થાય એવી અપેક્ષા અંકલેશ્વર ના ઉદ્યોગકારો રાખી રહ્યા છે. વાપીના ઉદ્યોગો માટે સારા સમાચાર એ હોઈ શકે છે કે દમણના દરિયા સુધી સીઇટીપી થી જે પાઇપ લાઇન નાંખવાની યોજના છે તેના માટે પણ કઇ રીતે ફંડ ભેગું કરવું તથા તથા આ અંગે કઇ રીતે આગળ વધવું તેના માટે જાહેરાતની અપેક્ષા સેવાઇ રહી છે.

નવી જાહેરાતની ઉદ્યોગકારોની અપેક્ષામાં જે ઉદ્યોગોએ ઇસી(એન્વાયર્મેન્ટ ક્લિયરન્સ) મેળવ્યું હોય તેમને સીટીઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી. તેઓ સીટીઓ સીધું જ મેળવશે. ઉદ્યોગકારોની બેન્ક ગેરન્ટી ની મોટી રકમ સરકારમાં જે જમા છે. તો આ રકમનો ઉપયોગ નાના ઉદ્યોગકારોને કે પર્યાવણીય હીત માટે ETP કે લાઈનો નાખવામાં આ રકમ લૉન સ્વરૂપે કે સબસીડીના સ્વરૂપે વપરાય એવી માંગણીઓ ઉદ્યોગકારો તરફથી સ્વીકારાય તેવી પ્રબળ સંભાવનાઓ છે.

એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે ડાઇઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ઉત્પાદનની કોઈ પણ પરવાનગી લીધા ઉત્પાદનમાં ફેરફાર કરી શકે છે. જો ઉત્પાદન વર્તમાન ઉત્પાદન રેખાના વર્ગમાં આવતું હોય. તથા ઉત્પાદન ઘટક હાલની ઉત્પાદન લાઇન સાથે મેળ ખાતું હોય.

ઔદ્યોગિક ઘન કચરા ના નિકાલ અર્થે નવી ટીએસડીએફ સાઇટને ડેવલપ કરવા પણ મુખ્યમંત્રીએ ચર્ચા કરી હતી. માટે તે અંગે પણ નવી જાહેરાત થઈ શકે છે.

આ મીટીંગ માં ઉદ્યોગકારો એ પોતાના અનેક પ્રશ્નો અને યોજનાઓ ની ચર્ચા કરી છે. અને ઉદ્યોકારો ઉત્સાહ માં છે અને આગામી 12 ડિસેમ્બરે થનારી મીટીંગ માં સરકાર તરફથી થનારી જાહેરાતો તરફ મીટ માંડી ને બેઠા છે.

ગુજરાત સરકાર અનેક વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહી છે અને આવનારા 2019 ના લોકસભા ની ચૂંટણી ની તૈયારીઓ માં વ્યસ્ત પણ છે અને ઉદ્યોગકારોને ના લાંબા સમય થી ચાલતા પ્રશ્નો અને માંગણીઓ નું કઈ રીતે નિરાકરણ લાવવા તે બાબતે ગંભીર બની છે. સરકાર નું વીકાસ સંકલ્પ છે પરંતુ સાથે સાથે પર્યાવરણ નું સનતુલન કઈ રીતે જળવાય એ મહત્વ નું છે.

પર્યાવરણ ના પણ અનેક પ્રશ્નો છે જે સીધે સીધા માનવ સવસ્થાય સાથે સંકળાયેલા છે. હવા પાણી નું પ્રદુષણ વધ્યું છે. ભૂગર્ભ જળ સ્તર નીચે ગયા છે સાથે સાથે ભૂગર્ભ જળ સ્તર પ્રદુષિત થયા છે. લાલ પીળા કલર ના પાણી બોર માંથી આવવાની ઘટનાઓ ના સમાચારો રોજ રોજ આવી રહ્યા છે. કાયદાકીય છૂટ-છાટ કે કાયદા સાથે બાંધછોડ કર્યા વગર વિકાસ નું સનતુલન જળવાય અને ઉદ્યોગકારો ની માંગણીઓ સ્વીકારાય એ મહત્વનું છે. જો તેમ ના થાય તો આવી જાહેરાતો ચૂંટણીલક્ષી જાહેરાતો છે એવા આક્ષેપ નું સામનો સરકારે કરવું પડે એમ છે.

આમ સરકાર તમામ પાસાઓ ને ધ્યાને લઇ ને કેવી જાહેરાતો કરે છે તેની રાહ જોવાઈ રહી છે. રાજય સરકાર દ્વારા ઉદ્યોગો માટેની આ બધી યોજનાઓની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઇ સાથે ની ૧૨ ડીસેમ્બરની ઉદ્યોગકારો સાથેની બેઠકમાં કરશે તેવું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Next Story