Connect Gujarat
ગુજરાત

ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારકા સહીત સ્થાનિકોએ પ્રાંત કચેરી ખાતે અસરગ્રસ્તોને સહાય મુદ્દે આપ્યું આવેદન

ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારકા સહીત સ્થાનિકોએ પ્રાંત કચેરી ખાતે અસરગ્રસ્તોને સહાય મુદ્દે આપ્યું આવેદન
X

ડિસેમ્બર 2018 થી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કરી દીધા છે. અછતગ્રસ્ત સમયે સરકારના લગત દરેક વિભાગે હાઈ એલર્ટ રહી યુદ્ધના ધોરણે કામગીરી કરવાની હોય છે પરંતુ દ્વારકા તાલુકા માં કોઈ પણ જાતની સહાય સ્થાનિકો સુધી પહોંચી જ નથી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ના દ્વારકા અને કલ્યાણપુર તાલુકા ને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા અને આજે 5 માસ બાદ ઘાસચારા ડેપો દ્વારકા તેમજ કલ્યાણપુર તાલુકા માં માત્ર એક એક જ ખુલ્યા છે અને સાથે જ અછતગ્રસ્ત જાહેર કર્યાંને 5 મહિના વીતી ગયા સરકાર અને તંત્ર ગોકળગાય ગતિએ કામગીરી કરી રહી છે જે કામ યુદ્ધના ધોરણે તાબડતોડ કરવું જોઈએ તેની જગ્યાએ મંથર ગતિએ કામગીરી શા માટે ચાલે છે તે સૌથી મોટો સવાલ છે સરકાર અને તંત્રની અછતગ્રસ્ત પ્રત્યે આળસ, ઉદાસીનતા,નિષ્ક્રિયતા લાખો પશુઓનો ભોગ લઈ રહી છે ભગવાન દ્વારકાધીસની સામે જ તેમની પ્રિય ગાયો પાણી અને ઘાસચારાના અભાવે તરફડીયા મારીને મૃત્યુ પામે છે નિયમોનુસાર 5 કિલોમીટરની ત્રિજ્યમાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ઉભા કરવા ફરજીયાત છે ત્યારે 5 મહિનામાં કલ્યાણપુર તાલુકામાં એક અને દ્વારકા તાલુકામાં એક ઘાસચારા વિતરણ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે તો શું દ્વારકા અને કલ્યાણપુર તાલુકાનો વિસ્તાર માત્ર પાંચ પાંચ કિલોમીટરનો જ છે...?

ખેડૂતો અને માલધારીઓને પોતાના પશુમાટે ઘાસ જોઈએ છે પણ એને ખબર નથી કે આ પશુ કાર્ડ ક્યાંથી મળશે.? ઘાસ ક્યાંથી મળશે.? તંત્ર દ્વારા આવી કોઈ વ્યવસ્થા શા માટે ઉભી કરવામાં ન આવી...? અછતગ્રસ્ત પરિસ્થિતિમાં લોકોનું ગુજરાન ચલાવવા માટે રોજગારી આપવા માટે દરેક ગામોમાં રાહતકામો ચાલુ કરવાના હોય છે અછતગ્રસ્ત વિસ્તારમાં રોજે રોજે નિયત થયેલા જથ્થામાં પાણી પહોંચાડવાની પહેલી ફરજ તંત્ર અને સરકારની છે અહીં તો ક્યારેક અઠવાડિયે, ક્યારેક પખવાડિએ તો ક્યારેક મહિને પાણી આપવામાં આવે છે સાથે જ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારકા જિલ્લા ને તાલુકા કોંગ્રેસ સહીત કોંગ્રેસ ના આગેવાનો અને સ્થાનિકો એ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.

Next Story