Connect Gujarat
Featured

રાજયમાં ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં યોજાશે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી, જુઓ કઇ તારીખે કોની યોજાશે ચુંટણી

રાજયમાં ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં યોજાશે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી, જુઓ કઇ તારીખે કોની યોજાશે ચુંટણી
X

રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી જાહેર થતાં આચારસંહિતાનો અમલ શરૂ થઇ ચુકયો છે. રાજયની છ મહાનગરપાલિકાઓમાં 21મી ફેબ્રુઆરી તથા જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન કરાવવામાં આવશે. કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી રાજયના ચુંટણીપંચે બે તબકકામાં મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે.

રાજયમાં હવે વિધાનસભાની પણ ચુંટણીઓ આવી રહી છે ત્યારે આ ચુંટણીને સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા માટે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ લીટમસ ટેસ્ટ સમાન બની રહેશે. ગત ચુંટણીમાં ભાજપનો દેખાવ સારો રહયો ન હતો અને તેનું કારણ હતું પાટીદાર અનામત આંદોલન.

આ વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં એઆઇએમઆઇએમ તથા આમ આદમી પાર્ટી પર ઉમેદવારો ઉભા રાખવાના હોવાથી જંગ રસપ્રદ બની રહેશે. મહાનગરપાલિકાઓની ચુંટણીની મતગણતરી 23મી ફેબ્રુઆરીના રોજ જયારે પાલિકા અને પંચાયતોની મતગણતરી બીજી માર્ચના રોજ કરવાનું નકકી કરાયું છે. રાજયના ચુંટણીપંચ તરફથી કોરોનાની ગાઇડલાઇનના ચુસ્તપાલન સાથે ચુંટણી યોજવામાં આવશે.

Next Story