સૌરાષ્ટ્રને 9મી જુલાઇ સુધી ધમરોળશે મેઘરાજા, વેલમાર્ક લો પ્રેસર યથાવત

0

રાજયના હવામાન વિભાગ તરફથી દ્વારકા, પોરબંદર અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 9મી જુલાઇ બાદ વરસાદનું જોર ઘટે તેવી સંભાવના રહેલી છે.

રાજ્યમાં અત્યાર સુધી રાજ્યમાં 27 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને તેની આસપાસ હવાનું હળવું દબાણ અને સમુદ્રી ઊંચાઈથી 7.6 કિલોમીટરે દક્ષિણપશ્ચિમ તરફ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેના કારણે હજુ આગામી ૩ દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે. જેને લઈને રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. 8 જુલાઈ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. જેના કારણે માછીમારોને 9 જુલાઈ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. 9 જુલાઈ થી વરસાદ ઘટવાની શરૂઆત થશે. કચ્છમાં પણ અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here