Connect Gujarat
Featured

રાજયમાં કોરોનાનો રીકવરી રેટ વધતાં રાત્રિ કરફયુમાં વધુ એક કલાકની છુટ

રાજયમાં કોરોનાનો રીકવરી રેટ વધતાં રાત્રિ કરફયુમાં વધુ એક કલાકની છુટ
X

ગુજરાતમાં કોરોના વાયરસથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં રાજય સરકારે ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુમાં વધુ એક કલાકની છુટછાટ આપવામાં આવી છે. સરકારના નવા નિર્ણય બાદ હવે રાત્રિના 12 કલાકથી કરફયુ શરૂ થશે જે સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાત્રિ કરફયુની અવધિ 28મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે.

રાજયમાં દિવાળીના તહેવારો બાદ વધેલા઼ં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફયુ અમલમાં મુકી દેવાયો છે. હાલ કોરોનામાંથી સાજા થયેલાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રીકવરી રેટ 97 ટકાની આસપાસ પહોંચી ગયો છે. આવા સમયે સરકારે ચારેય મહાનગરોના લોકોને રાહત આપી છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી પણ યોજાવા જઇ રહી છે ત્યારે રાત્રિ કરફયુમાં વધુ એક કલાકની છુટ આપવામાં આવી છે. પહેલી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીના સમય દરમિયાન રાત્રિ કર્ફ્યૂ 11 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યા સુધીનો કર્યો હતો. સરકારની સૂચના અનુસાર હવે રાત્રિના 12 વાગ્યાથી સવારના 06 વાગ્યા સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે. રાત્રિ કરફયુની સમય અવધિ પણ લંબાવીને 28મી ફેબ્રુઆરી કરવામાં આવી છે.

Next Story