Connect Gujarat
Featured

રાજ્યમાં કઈ જગ્યાએ બીજી વખત EVM બગડતાં મતદારો રોષે ભરાયા, જાણો વિગત

રાજ્યમાં કઈ જગ્યાએ બીજી વખત EVM બગડતાં મતદારો રોષે ભરાયા, જાણો વિગત
X

પ્રથમ ત્રણ કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 12 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે.

પ્રથમ ત્રણ કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 12 ટકા મતદાન નોંધાયું છે.

  • અમરેલી નગરપાલિકામાં 10 ટકા,
  • સાવરકુંડલા નગરપાલિકામાં 13 ટકા,
  • ધોળકા નગરપાલિકામાં 11 ટકા,
  • વિરમગામ નગરપાલિકામાં 12 ટકા,
  • આણંદ નગરપાલિકામાં 10 ટકા,
  • ડીસા નગરપાલિકામાં 12 ટકા,
  • ભરૂચ નગરપાલિકામાં 10 ટકા,
  • અંકલેશ્વર નગરપાલિકામાં 12 ટકા,
  • મહુવા નગરપાલિકામાં 11 ટકા,
  • દહેગામ નગરપાલિકામાં 11 ટકા,
  • કેશોદ નગરપાલિકામાં 12 ટકા,
  • ખંભાળિયા નગરપાલિકામાં 11 ટકા મતદાન,
  • નવસારીની ગણદેવી નગરપાલિકામાં 12 ટકા,
  • વિજલપોર નગરપાલિકામાં 13 ટકા,
  • ઉંઝા નગરપાલિકામાં 11 ટકા મતદાન નોંધાયું છે.

આ દરમિયાન પાવીજેતપુરમાં પ્રાથમિક શાળામાં ઈવીએમ ખોટકાયું હતું. સવારથી બીજી વખત ઈવીએમ બગડતાં મતદારો રોષે ભરાયા હતા. અમુક મતદારોએ વોટ નહીં આપવાનું પણ જણાવ્યું હતું.

Next Story