Connect Gujarat
Featured

“આવ રે... વરસાદ” : ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી 3 દિવસ પડી શકે ભારે વરસાદ..!

“આવ રે... વરસાદ” : ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી 3 દિવસ પડી શકે ભારે વરસાદ..!
X

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં લો-પ્રેશરના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. જેના પગલે હવે આગામી 3 દિવસ દરમ્યાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

ગત રવિવારના રોજ અમદાવાદમાં સમગ્ર દિવસ વરસાદી માહોલ વચ્ચે છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જોકે આગામી 3 દિવસ અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના વર્તાઇ રહી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને નવસારીની સાથે સૌરાષ્ટ્ર કચ્છના ગીર-સોમનાથ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિશેષજ્ઞએ જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હાલ મોન્સૂન ટ્રફ એટલે કે, લો-પ્રેશરની પટ્ટી બનતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી આગામી 3 દિવસમાં રાજ્યના કેટલાક દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની પ્રબળ શક્યતા વર્તાઇ રહી છે.

Next Story