Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં રાજયસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસને ઝટકો, ચાર ધારાસભ્યોના રાજીનામાની ચર્ચા

ગુજરાતમાં રાજયસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસને ઝટકો, ચાર ધારાસભ્યોના રાજીનામાની ચર્ચા
X

ગુજરાતની

રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપે ત્રીજો ઉમેદવાર ઉભો રાખ્યાં બાદ કોંગ્રેસમાં

ભંગાણની શરૂઆત થઇ ચુકી છે. કોંગ્રેસના લીમડી અને ધારી બેઠકના તથા અન્ય બે મળી કુલ

ચાર ધારાસભ્યોના રાજીનામાની ચર્ચાથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ગુજરાતમાં

રાજયસભાની ચારમાંથી બે બેઠક ભાજપ અને બે બેઠક કોંગ્રેસના ફાળે જાય તેમ છે પણ ભાજપે

બે બેઠક માટે ત્રીજો ઉમેદવાર ઉભો રાખતાં ચુંટણી રસપ્રદ બની છે. કોંગ્રેસ પાસે હાલ 73 ધારાસભ્યો છે અને તેમને અકબંધ રાખવા

જયપુર અને ઉદયપુર લઇ જવાની કવાયત ચાલી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો અકબંધ રહે તે

પહેલાં જ લીમડીના કોંગી ધારાસભ્ય સોમા પટેલ અને ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા

સહિત કુલ ચાર કોંગી ધારાસભ્યોના રાજીનામાની વાતો વહેતી થઇ છે. રાજય સરકારના મંત્રી

કુંવરજી બાવળીયાએ સોમા પટેલ અને જે.વી.કાકડીયાના રાજીનામાની વાતને સમર્થન આપી

કોંગ્રેસની ઉંઘ હરામ કરી નાંખી છે. તેમણે દાવો કર્યો છે કે, કોંગ્રેસમાંથી હજી વધારે ધારાસભ્યો

રાજીનામા આપી શકે છે. કોંગ્રેસમાં ભંગાણ રોકવાની જવાબદારી રાજયસભાના સાંસદ અહમદ

પટેલને સોંપવામાં આવી છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો જયપુર પહોંચી ચુકયાં છે.

બીજી તરફ નાંદોદના કોંગી ધારાસભ્ય પી.ડી. વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને

તેમણે પોતે કોંગ્રેસના વફાદાર કાર્યકર છે અને હંમેશા કોંગ્રેસની સાથે જ રહેશે તેમ

જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સ્થાનિક

ઉમેદવારની માંગણી કરી રહયાં હતાં પણ કોંગ્રેસે શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ

સોલંકીને ઉમેદવાર બનાવતાં કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના ચાર

ધારાસભ્યોના રાજીનામાની વાત સાચી થશે તો ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનના

જીતવાના સંજોગો ઉજળા બની જશે.

Next Story