Connect Gujarat
Featured

ગુજરાત : સોમનાથ મહાદેવ મંદિરનો વર્લ્ડ અમેઝિંગ પ્લેસમાં સમાવેશ કરાયો

ગુજરાત : સોમનાથ મહાદેવ મંદિરનો વર્લ્ડ અમેઝિંગ પ્લેસમાં સમાવેશ કરાયો
X

અમેરિકાની ખ્યાતનામ કંપની WTOએ સોમનાથ મહાદેવ મંદિરનો વર્લ્ડ અમેઝિંગ પ્લેસમાં સમાવેશ કર્યો છે. અરબી સમુદ્રના કિનારે વેરાવળ નજીક સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને તે દેશના 12 જયોર્તિલિંગો પૈકીનું એક છે.

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ની ખ્યાતનામ કંપની એવા લોકો અને સંસ્થાઓને તેઓના કામની કદરરૂપે સર્ટિફિકેટ એનાયત કરી આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અપાવે છે .જેના દ્વારા તે લોકો અને સંસ્થાઓનો પરિચય સૌને થાય અને તેમાંથી પ્રેરણા મેળવી અન્યો પણ પોતપોતાના ક્ષેત્રોમાં ઉત્તમોત્તમ પ્રગતિ સાધી શકે. વર્લ્ડ ટેલન્ટ ઓર્ગેનાઇઝેશન કંપની તરફથી સર્ટિફીકેટ વિતરણ કાર્યક્રમ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. પ્રભાસપાટણ ખાતે આવેલાં શ્રીરામ મંદિરના ઓડીટોરીયમમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કંપનીના સીઇઓ અને ફાઉન્ડર મિહિર બ્રહમભટ્ટ અમેરિકાથી ઓનલાઇન જોડાયાં હતાં. કંપનીના દિનેશ બારોટ અને કૃણાલ બ્રહમભટ્ટ અને ભરતસિંહ પરમારના હસ્તે સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. શ્રીસોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણ લહેરીએ આ સર્ટીફિકેટ સ્વીકાર્યું હતું.

ઉપરાંત જીવણભાઈ દેસાભાઇ પરમાર કે જેઓ સંન: 1975 થી શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી રહી છેલ્લા 45 વર્ષથી માનદ સેવા આપી રહ્યા છે. જેઓએ પોતાનું જીવન ભગવાન સોમનાથ ની સેવામાં સમર્પિત કરેલ છે .તેઓની આવી નિસ્વાર્થ સેવા અને સમર્પણને ધ્યાને લઇ તેઓને આજ રોજ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી વર્લ્ડ ઇન્સપાયરીંગ હયુમન તરીકે જેઓનું નામ સામેલ કરવામાં આવ્યું અને આ અંગે સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ભારત દેશની ચડતીના માનદંડ સમાન,ભગવાન સોમનાથના પુરાણ પ્રસિદ્ધિ પરંતુ જીર્ણ મંદિરના પુનરુદ્ધાર માટે સંકલ્પબુદ્ધ ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલને અનુસરીને ક્નેયાલાલ મુન્શી, દિગવિજયસિંહજી જામ સાહેબ,મોરારજી દેસાઈ,કેશુભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ માનદસેવા આપી સોમનાથ મંદિરના પુનનિર્માણ,પ્રભાસના તીર્થક્ષેત્રનો પુનરુદ્ધાર,હરિહરના શાશ્વતધામનો વિકાસ વગેરે જેવા મહાન કાર્યો કર્યા છે .જે તમામ ધાર્મિક સ્થાનો માટે પ્રેરણારૂપ બન્યા છે.

Next Story