Connect Gujarat
ગુજરાત

ગુજરાતના કેટલાક સ્થળો પર હાઇ એલર્ટ, પુલવામા હુમલા બાદ ATS ને મળ્યો મેઇલ

ગુજરાતના કેટલાક સ્થળો પર હાઇ એલર્ટ, પુલવામા હુમલા બાદ ATS ને મળ્યો મેઇલ
X

જમ્મુ કશ્મીર ના પુલવામાં માં થયેલા હુમલા બાદ ATS ને મળેલા ઈમેલ બાદ ગુજરાતના કેટલાક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત મહાત્મા મંદિર અને રેલવે સુરક્ષામાં ચુસ્તબંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. એટીએસને મેળેલા ઈનપુટમાં આતંકીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ટાર્ગેટ કરી શકે એવી સંભાવના પણ બતાવવામાં આવી છે અને ખાસ કરીને નર્મદા ડેમ જે પહલેથીજ આતંકવાદીઓ ના ટાર્ગેટ પર હોવાની ચર્ચાઓ વચ્ચે બંધ ઉપર પર રેકી કરવામાં આવી રહી છે અને ડેમની સુરક્ષા માટે અધિકારીઓ સાથે પોલીસ વડાએ બેઠક કરી સુરક્ષાની તકેદારીના આદેશ આપ્યા છે,ઉપરાંત સરહદી વિસ્તારના મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની પોલીસ સાથે પણ બેઠક કરી જિલ્લામાં આવતા વાહનોની સુરક્ષા કડક રીતે કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આકાર પામેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

સુરક્ષા કર્મીઓ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેનાલ વિસ્તારમાં, ડેમના પાછળના ભાગ સહિતના વિસ્તારોમાં સરોવરમાં રાત્રિ પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે. પ્રવાસીઓનું પણ ચુસ્તપણે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

Next Story