નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીતલહેર, આગામી 10 દિવસ ભારે ઠંડીની આગાહી
BY Connect Gujarat2 Jan 2020 9:18 AM GMT

X
Connect Gujarat2 Jan 2020 9:18 AM GMT
નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીતલહેર ફરી વળી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતભરમાં આગામી 10 દિવસ ભારે શીત લહેરની હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હવે ઠંડી જામી છે. જેથી વહેલી સવારથી જ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રાજસ્થાન અને તેને અડીને આવેલા પાકિસ્તાન વિસ્તાર પર સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા બદલાઈ છે. બુધવારે અમદાવાદના લઘુતમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો હતો છતાં પણ આખો દિવસ ઠંડો પવન ફૂંકાતા લોકો થથરી ગયા હતા.બે દિવસ બાદ એટલે કે 4 જાન્યુઆરીથી ફરી તાપમાન ઘટતાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ભૂજમાં સૌથી વધુ 7 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આ ઉપરાંત નલિયામાં 7.8 , અમરેલીમાં 8.7, રાજકોટમાં 8.8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
Next Story