Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં જામ્યો માહોલ; અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat rainfall update

રાજ્યમાં જામ્યો માહોલ; અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
X

રાજ્યમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ગુજરાતનાં 114 તાલુકાઓમાં એક દિવસમાં સરેરાશ 1 મિલીમીટરથી લઈને 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 20 થી 21 જૂન વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં રવિવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. જ્યારે આણંદ, વડોદરામાં તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, તાપી સહિતના સ્થળે વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે આણંદમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ ખાબક્યો હતો.

આ તરફ ભાવનગર શહેર અને જીલ્લામાં ચોમાસા સીઝનનો કહી શકાય તેવો પ્રથમ ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર દોઢ કલાકમાં દોઢ ઈંચની વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી શહેરના અનેક વિસ્તારના માર્ગો પણ પાણીની નદીઓ વહેતી થઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતા.

રાજ્યમાં સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં 5.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી વલસાડ શહેરમાં 5.5 ઈંચ, પારડીમાં સાડા 4 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 4 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 4 ઈંચ, ભાવનગર શહેરમાં 3 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3 ઈંચ, સુરત શહેર અને નવસારીમાં 3 ઈંચ, નવસારીના જલાલપોર અને ખેરગામમાં 2.8 ઈંચ, નવસારીના ખેરગામમાં 2.7 ઈંચ, અમરેલીના લાઠીમાં 2.6 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 2.4 ઈંચ, વલસાડના વાપીમાં , ભાવનગરના વલ્લભીપુરમાં, સુરતના ઓલપાડમાં 2 ઈંચ વરસાદ, જામનગરના કાલાવાડ અને આણંદના તારાપુરમાં 1.8 ઈંચ વરસાદ પડ્યો હતો.

Next Story
Share it