Connect Gujarat
ગુજરાત

આખરે રખડતાં ઢોરને લઈ ગુજરાત સરકારે લઈ લીધો મોટો નિર્ણય, ઢોરની વ્યવસ્થા માટે રૂ.10 કરોડની જોગવાઇ

પશુપાલકો મનપા કે નગરપાલિકા ઢોરવાડામાં પશુ નિશુલ્ક મૂકી શકશે. પશુ રાખવા માટે જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવશે..

આખરે રખડતાં ઢોરને લઈ ગુજરાત સરકારે લઈ લીધો મોટો નિર્ણય, ઢોરની વ્યવસ્થા માટે રૂ.10 કરોડની જોગવાઇ
X

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે પશુપાલકો મનપા કે નગરપાલિકા ઢોરવાડામાં નિ:શુલ્ક પશુ રાખી શકશે, રખડતા ઢોર માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ સરકાર ભોગવશે, ઢોરની વ્યવસ્થા માટે રૂ.10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.જીતુ વાઘાણીએ કહ્યું કે રખડતા ઢોર બાબતે 8 મનપા, 56 નગરપાલિકા માટે નિર્ણય લેવાયો છે. પશુપાલકો મનપા કે નગરપાલિકા ઢોરવાડામાં પશુ નિ શુલ્ક મૂકી શકશે. પશુ રાખવા માટે જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવશે..

જેના માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે.આ ઉપરાંત નવા ઢોર વાડા ઉભા કરવાની તૈયારી દર્શાવી છે. મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટે રખડતા પશુને લઈ રાજ્ય સરકાર વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું. હાઈકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, 'સાંજ સુધીમાં પગલા લો નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો પડશે.

રખડતા પશુ ના કારણે કોઈનો જીવ ન જવો જોઈએ'. જે બાદ કેબિનેટ બેઠકમાં પશુપાલકોની મનમાની સામે સરકારે નાગરિકોના હિતમાં કેટલાક નિર્ણય કર્યા છે. રખડતા ઢોર મુદ્દે જનતાના ગુસ્સાને ખાળવા સરકાર પ્રયત્ન કરી 8 મહાનગરપાલિકા માં રખડતા ઢોર પશુપાલકો મહાપાલિકાને હવાલે કરે તો સરકાર ખર્ચ ભોગવશે તેવી જાહેરાત કરવામાં આવી છે

Next Story
Share it