Connect Gujarat
ગુજરાત

માર્ચ મહિનામાં જાહેર થશે પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું, જાણો કેવું હશે..?

રાજ્યમાં વર્ષના અંત સુધી વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે જેને લઈ પ્રદેશ કોંગ્રેસ સંગઠન નુ નવુ માળખું તૈયાર કરવા જઈ રહ્યુ છે.

માર્ચ મહિનામાં જાહેર થશે પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું, જાણો કેવું હશે..?
X

રાજ્યમાં વર્ષના અંત સુધી વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે જેને લઈ પ્રદેશ કોંગ્રેસ સંગઠન નુ નવુ માળખું તૈયાર કરવા જઈ રહ્યુ છે. માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં કોંગ્રેસનું માળખું જાહેર કરાઈ શકે છે. જે અલગ અલગ 3 તબક્કામાં જાહેર કરાય તેવી શક્યતા જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા અલગ અલગ તબક્કામાં માળખુ જાહેર કરવા પાછળનું કારણ, નેતાઓની નારાજગી ને ટાળવુ જાણવા મળી રહ્યુ છે. આ સાથે પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એ વાતને લઈ અસમંજસની સ્થિતિમાં છે કે, પાર્ટીના નિષ્ક્રિય નેતાઓને સંગઠનમાં સમાવવા કે નહી. આપને જણાવી દઈએ કે, પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ફેબ્રુઆરી માસમાં જણાવ્યુ હતુ કે, મહિનાના અંત સુધી સંગઠનનું માળખું જાહેર થઈ જશે પરંતુ હજુ સુધી સંગઠનને લઈ કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી

વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસના સુપડા અંદરથી જ સાફ કરવા હોય તેમ ભાજપે પોતાના પ્રવેશોત્સવ ને આગળ ધપાવ્યો છે.મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસમાંથી વધુ એક સિનિયર નેતાઓની નારાજગી બહાર આવી છે. તેઓ ટૂંક સમયમાં ભાજપ પ્રવેશ કરે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. ઉત્તર ગુજરાત આદિવાસી ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે ઉલ્લેખનીય છે કે,ગત સપ્તાહે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા અને શહેર કોંગ્રેસના પદાધિકારીઓ આજે સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.દિનેશ શર્માએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એસીમાં બેસી રહેનારા લોકો પાર્ટી ચલાવી રહ્યા છે.અને રાહુલ ગાંધી એ કહ્યું કે માત્ર 25 કાર્યકર્તાઓ મળી જાય તો ચૂંટણી જીતી જાશે જેને લઈને પણ દિનેશ શર્મા એ કહ્યું હતું કે એ 25 લોકો જ ભૂંકમ્પ લાવશે અને જો ભૂકંપ આવે તો વિનાશ જ થાય અને કોંગ્રેસ વિનાશ તરફ આગળ વધી રહી છે.કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજ સિંહ પરમારે તેમની પક્ષમાં થતી ઉપેક્ષા ના કારણે ભારે ભગ્ન હૃદયે રાજીનામું ધરી દીધું હતું.

કાર્યકર્તાઓને સંબોધીને લખેલા પત્રમાં તેમણે અનેક ગંભીર આક્ષેપો કરીને કોંગ્રેસની છાવણીમાં હલચલ મચાવી દીધી હતી. તે દિવસથી તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં ઊઠતી હતી, જે સાચી પડી છે. તો બીજી બાજુ .ચિંતન શિબિરમાં કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ શ્રી કૃષ્ણને યાદ કરી.પક્ષ પલટુઓ કૌરવ ગણાવ્યા હતા.સાથે કહ્યું કે જે કૌરવો જવાના હતા તે ચાલ્યા ગયા તમે અંત સુધી હિંમત હારતો નહીં.મારે ગુજરાત કોંગ્રેસ બચાવવા 25-30 લોકોની જ જરૂર છે.

Next Story