Connect Gujarat
ગુજરાત

વિજયનગરના બંધણાના યુવક-યુવતી રાતે ઘરેથી નીકળ્યાં, ઝાડ સાથે દોરડું બાંધી કર્યો આપઘાત

પ્રેમી પ્રેમિકાએ ગુરુવારે રાત્રે અગમ્ય કારણોસર ઝાડ સાથે દોરડું બાંધી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી

વિજયનગરના બંધણાના યુવક-યુવતી રાતે ઘરેથી નીકળ્યાં, ઝાડ સાથે દોરડું બાંધી કર્યો આપઘાત
X

વિજયનગરના બંધણા ગામના સગીર પ્રેમી પ્રેમિકાએ ગુરુવારે રાત્રે અગમ્ય કારણોસર ઝાડ સાથે દોરડું બાંધી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે બંનેની લાશ ઉતારી આગળની કાર્યવાહી કરી હતી.

વિજયનગરના બંધણાના 18 વર્ષીય સગીર યુવક અને 16 વર્ષની સગીરા વચ્ચે પ્રણય સંબંધ હતો. જેને પગલે ગુરુવારે રાત્રિના કોઇપણ સમયે આ બન્ને સગીર યુવક યુવતીએ પોતાના ઘરેથી નીકળી બંધણા ગામ અને મતાલી ગામના વચ્ચેનાં જંગલમાં ખરણી નાં ઝાડ સાથે દોરડું બાંધી જીવન ટૂંકાવી લીધું હતું

આ બનાવની જાણ બંધણા ગામમાં થતા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે અંગે સગીર યુવકના પિતાને જાણ થતાં સગીરના પિતાએ વિજયનગર મથકમાં જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનું પંચનામુ કરી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે વિજયનગર પોલીસ મથકના સૂત્રોના જણાવ્યાનુસાર આ ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ સબંધ ના કારણે જ આ સગીર યુવક યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવ્યું હતું.જ્યારે વધુ માહિતી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે તેમ જણાવ્યું હતું. જ્યારે સગીર સગીરાના આત્મહત્યાના આ બનાવને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Next Story
Share it