Connect Gujarat
ગુજરાત

શાળામાં લાગ્યા તાળાં : સુવિધાના અભાવે છેલ્લા 4 વર્ષમાં રાજ્યની 1775 સરકારી શાળા બંધ.

કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિનો અમલ કરવાની દિશામાં કવાયત હાથ ધરી છે

શાળામાં લાગ્યા તાળાં : સુવિધાના અભાવે છેલ્લા 4 વર્ષમાં રાજ્યની 1775 સરકારી શાળા બંધ.
X

કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિનો અમલ કરવાની દિશામાં કવાયત હાથ ધરી છે, ત્યારે નવી શિક્ષણ નીતિના ભાગરૂપે વિદ્યાર્થીઓને સરકારી શાળા છતાં અત્યાધુનિક સુવિધાઓ વિદ્યાર્થોઓના હિતમાં પ્રાપ્ય બનાવવાનો નિર્ણય કર્યો છે.

સરકારી શાળાને સ્માર્ટ સ્કુલ બનાવવાનો નિર્ણય કેન્દ્રએ કર્યો છે. જેના ભાગરૂપે સ્માર્ટ ક્લાસ, વિદ્યાર્થોઓને બેસવા આકર્ષક બેંચ, રમવાના રમકડાં અને અત્યાધુનિક સાધનો સાથેની વિજ્ઞાન લેબોરેટરી સહિતની સુવિધા પ્રાપ્ય બનાવી વધુને વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરવા પ્રેરાય એ મુજબનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકારી શાળામાં સુવિધાના અભાવે વિદ્યાર્થી અને વાલીઓએ શાળા ત્યજી દેવાનો આગ્રહ રહેતાં સરકારી સ્કુલોને તાળાં લાગે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

રાજ્યમાં આવેલી સરકારી શાળાઓ પૈકી 1700 કરતાં વધુ સરકારી શાળાને તાળા લાગી ગયા છે. સરકાર અને વહીવટી તંત્રને ગુજરાતી માધ્યમની જ શાળાઓ વધુ બંધ કરવાની નોબત આવી છે. રાજ્યમાં 1775 બંધ શાળા પૈકી 1600 કરતા વધુ અમદાવાદની શાળા બંધ કરવાની નોબત આવી છે. જેમાં પણ ગુજરાતી માધ્યમની શાળા વધુ હોવાનું તારણ સામે આવ્યું છે. ગુજરાતમાં એક બાજુ સરકારી શાળા તરફ વાલીને આકર્ષવાના પ્રયાસ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યા છે. સરકારે પણ સ્માર્ટ સરકારી શાળાનો અભિગમ અપનાવી શાળામાં અત્યાધુનિક સુવિધા સાથેની સરકારી શાળા બનાવવા કવાયત હાથ ધરી છે. તો બીજી તરફ વિદ્યાર્થોઓની સંખ્યાના અભાવે સરકારી શાળાને તાળાં લાગે તેવી સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતમાં 4 વર્ષની તુલનામાં 1775 સરકારી શાળાને તાળાં લાગ્યા છે.

Next Story