Connect Gujarat
ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ...

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત ATS દ્વારા વધુ 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ...
X

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત ATS દ્વારા વધુ 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આ 3 આરોપીઓ સાથે કુલ મળી આ કેસમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કિશન ભરવાડ હત્યા કેસ મામલે ગુજરાત ATS દ્વારા પકડાયેલા આરોપીમાંથી 2 આરોપીએ કિશનની હત્યા કરવા માટે શબ્બીરને હથિયાર આપવામાં મદદ કરી હતી, જ્યારે એક આરોપીએ ભાગવામાં મદદ કરી હતી, ત્યારે ગુજરાત ATS આ આરોપીઓને ઝડપી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે, કિશન ભરવાડ હત્યા કેસમાં પહેલા 7 લોકો અને હવે અન્ય 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આ કેશમાં પહેલા શબ્બીર, ઈમ્તિયાઝ, મૌલવી અયુબ જાવરવાલા, કમર ગની ઉસ્માની, અજીમ સમા, વસીમ બચા, સમીઝ સેતા એમ કુલ 7 આરોપીઓ પહેલા ઝડપાયા હતા, ત્યારે હાલમાં તમામ આરોપીઓને ATS કચેરી ખાતે રાખી ઉંડાણપૂર્વક પુછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન સુધી કનેક્શન જોડાયું છે. કારણ કે, મૌલવી કમર ગની ઉસ્માની જે ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલો છે તેની મુખ્ય ઓફિસ પાકિસ્તાનના કરાચીમાં આવેલી છે. કમર ગની છેલ્લા 6 મહિનામાં ગુજરાતની અલગ અલગ જગ્યાએ મુલાકાત લીધી છે, ત્યારે આ આખા હત્યાના ષડ્યંત્રમાં અન્ય મૌલવીઓ પણ જોડાયા હોવાનું ગુજરાત ATSએ અનુમાન લગાવ્યું છે.

Next Story