Connect Gujarat
ગુજરાત

માળીયા નજીક ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ, જ્યારે કચ્છી પરિવારના 10થી વધુ લોકોને ઇજા

મોરબી જિલ્લાનો માળીયા હાઇવે આજે રક્ત રંજીત બન્યો છે. માળિયામાં સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતે 5 લોકોનો જીવ લીધો

માળીયા નજીક ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ, જ્યારે કચ્છી પરિવારના 10થી વધુ લોકોને ઇજા
X

મોરબી જિલ્લાનો માળીયા હાઇવે આજે રક્ત રંજીત બન્યો છે. માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતમાં એક વાહનનું ટાયર ફાટ્યા બાદ બીજા વાહન સાથે અકસ્માત થવાની સાથે કચ્છ તરફ જતી ટેમ્પો ટ્રાવેલ્સ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબીના લોહાણા પરિવારના 3 સભ્યો સહિત કુલ 5 લોકોના મૃત્યુ નિપજવાની સાથે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં જ રાજયમંત્રી, સહકારી ક્ષેત્રના અગ્રણી અને મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, મોરબી માળીયા હાઇવે ઉપર અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે આવેલ હોટલ પાસે કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા મોરબીના વકીલ પીયૂષ રવેશિયાના માતા-પિતા અને તલાટી કમ મંત્રી એવા બહેનનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકોમાં મહેન્દ્ર રવેશિયા, સુધા રવેશિયા, જિજ્ઞા જોબનપુત્રા અને જિજ્ઞા જોબનપુત્રાના 5 વર્ષના બાળકનું તેમજ માધાપર કચ્છના ભુડિયા જાદવજીનું મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં કારનું ટાયર ફાટયા બાદ સામે અન્ય એક કાર સાથે અકસ્માત થવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત ફરી રહેલા કચ્છના પરિવારની ટેમ્પો ટ્રાવેલ્સ પણ અકસ્માતનો ભોગ બનતા ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર 10થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Next Story