Connect Gujarat
ગુજરાત

મહીસાગર જિલ્લામાં આજે કોરોનાના ૨૨ પોઝેટીવ કેસ નોંધાયા.

જિલ્લામાં કોરોનાનાં સંક્રમણમાં સતત અને ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે,

મહીસાગર જિલ્લામાં આજે કોરોનાના ૨૨ પોઝેટીવ કેસ નોંધાયા.
X

મહિસાગર જિલ્લામાં આજે ૨૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા પ્રજાની ચિંતામાં વધારો થયો છે

મહિસાગર જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી. શાહના જણાવ્યા મુજબ મહિસાગર જિલ્લાના વિવિધ આરોગ્ય મથકો ઉપર થી આજે ૧૧૯૨ લોકોના આર. ટી.પી.સી.આર. અને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા , જેમાં લુણાવાડા ૦૨ ખાનપુર ૦૪ કડાણા ૦૦ બાલાસિનોર ૧૧ સંતરામપુર ૦૧ અને વિરપુર માં ૦૪ કેસ એમ મળીને ૨૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાવા પામેલ છે. જેની સામે ૨૮ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થતાં તેમને રજા આપતા તેઓ તેમના સ્વગૃહે પરત જવા પામેલ છે.

હાલમાં કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા ૧૫૬ થવા પામી છે, ત્યારે જિલ્લાવાસીઓ ફરજિયાત મોઢા ઉપર માસ્ક પહેરે અને ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે અને લગ્નો તેમજ મેળાવડા માં જવાનું ટાળે ખૂબ જરૂરી બન્યું છે.

Next Story