Connect Gujarat
ગુજરાત

કચ્છની સરહદ પર BSFને 9 પાકિસ્તાની બોટ મળી, સર્ચ ઓપરેશન શરૂ કરાયું

કચ્છની સરહદ પર બીએસએફ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો બીએસએફના જવાનોને મોટી સફળતા મળી છે.

કચ્છની સરહદ પર BSFને  9 પાકિસ્તાની બોટ મળી, સર્ચ ઓપરેશન શરૂ કરાયું
X

કચ્છની સરહદ પર બીએસએફ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો બીએસએફના જવાનોને મોટી સફળતા મળી છે. આ ઓપરેશનમાં પાકિસ્તાની બોટો બીએસફ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. હરામીનાળા વિસ્તારનો આ બનાવ છે જ્યા બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

BSFના સર્ચ ઓપરેશનમાં 9 પાકિસ્તાની બોટ મળી આવી છે. આપને જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસથી પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોનુ અપહરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં પાકિસ્તાન તરફથી અવળચંડાઈ પણ કરાઈ રહી છે. ગત દિવસે પાકિસ્તાન મરિન દ્વારા IMBL નજીકથી 10 બોટ સહિત 60 માછીમારોના અપહરણ થયા હતા.જોકે પાકિસ્તાન મરિન દ્વારા ઓફિશિયલ અહેવાલ જાહેર કરી માત્ર 6 ફિશીંગ બોટ અને 36 માછીમારો જ ઝડપાયા હોવાની વાત સ્વિકારી હતી. જેથી અન્ય 4 બોટ અને 24 માછીમારો ક્યાં ગુમ થયા તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સાથે સાથે ભારતીય માછીમારોના અપહરણથી માછીમારોના પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે ગતરોજ પાકિસ્તાની માછીમારો હરામીનાળા વિસ્તારમાં ઘૂસણખોરી કરી ગયા છે તેવી સૂચના મળી હતી. જેથી બીએસએફ દ્વારા તુરંત આ મામલે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમા પાકિસ્તાની માછીમારોની 9 બોટ ઝડપાઈ આવી છે. જેથી હવે બીએસએફ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story