Connect Gujarat
ગુજરાત

CBI દ્વારા ધરપકડ કરાયેલા કે.રાજેશ સામે ચાર્જશીટ દાખલ,ભ્રષ્ટાચારના લાગ્યા છે આરોપ

સુરેદ્રનગરના પૂર્વ કલેકટર કે.રાજેશની લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલો હાલ CBI તપાસમાં છે

CBI દ્વારા ધરપકડ કરાયેલા કે.રાજેશ સામે ચાર્જશીટ દાખલ,ભ્રષ્ટાચારના લાગ્યા છે આરોપ
X

સુરેદ્રનગરના પૂર્વ કલેકટર કે.રાજેશની લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલો હાલ CBI તપાસમાં છે. ગત સોમવારે CBIએ વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂઆત કરી હતી. પણ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા.ઘણા સમયથી CBIની રડારમાં રહેલા કે. રાજેશ પર હવે ચાર્જશીટ દાખલ કરવામા આવી છે. આ ચાર્જ સીટમાં સુરત સ્થિતિ પેઢીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સાથે કે. રાજેશના વચેટિયા તરીકે કામ કરતાં મોહમ્મદ રફીક મેમણ સામે પણ CBIએ ચાર્જશીટ દાખલ કરી છે.

IAS અધિકારી કે.રાજેશને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.હાલ સુધી થયેલી તપાસ CBIને ચાર્જશીટ દાખલ કરતાં હવે કે રાજેશ કેસમાં CBI કોર્ટમાં મજબૂતાઈથી પક્ષ રાખશે જેથી ગાળિયો વધુ કસાશે.સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા સુરેન્દ્રનગર તત્કાલીન કલેકટર કે.રાજેશ (IAS અધિકારી -2011 બેચ) તથા સુરત સ્થિત ખાનગી પેઢીના માલિક વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.સીબીઆઈએ સુરેન્દ્રનગર તત્કાલીન કલેકટર કે.રાજેશ હથિયારનું લાયસન્સ આપવા માટે માંગવામાં આવેલ લાંચ મામલે પણ ફરિયાદ નોંધી છે. તો સુરત સ્થિત ખાનગી પેઢીના માલિક મોહમ્મદ રફીક મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ સરકારી જમીનની ફાળવણી માં પણ થયેલી ગોલમાલ અંગે પણ તપાસ તાત્કાલિક અસરથી કરવામાં આવે તેવી તજવીજ હાથ ધરવામાં આવેલ છે

Next Story