Connect Gujarat
ગુજરાત

અંબાજી રેલવે સ્ટેશન પર બનશે આલીશાન હોટલ,યાત્રીઓને મળશે સુવિધા

કેબિનેટ દ્વારા તારંગા હિલ થી અંબાજી અને અંબાજી થી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઈનને મંજૂરી આપવામાં આવી છે

અંબાજી રેલવે સ્ટેશન પર બનશે આલીશાન હોટલ,યાત્રીઓને મળશે સુવિધા
X

પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ દ્વારા દેશના રેલવે તેમજ રોડવેના માળખાને એક સુસંગત રીતે જોડીને વિકાસની નવી યાત્રા શરૂ કરાઇ છે. તેના ભાગરૂપે વડાપ્રધાનના વડપણ હેઠળ 13 જુલાઈએ કેબિનેટ દ્વારા તારંગા હિલ થી અંબાજી અને અંબાજી થી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઈનને મંજૂરી આપવામાં આવી છે. બીજીબાજુ રાજ્ય સરકાર દ્વારા પાંચ માળ સુધીની હોટેલ બનાવવામાં આવશે અને આ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામાં આવશે અને પાંચ માળ સુધી બજેટ હોટલ માટે જગ્યા ફાળવવામાં આવશે.


અંબાજી શક્તિપીઠ ની ભવ્યતા અનુસાર શક્તિપીઠની થીમ આધારિત આ રેલવે સ્ટેશનની ડિઝાઇન કરવામાં આવશે. સ્થાનિક માલસામાનની ઉપલબ્ધિથી આ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ફ્લોર પર દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સાથે વિકસિત કરવામાં આવશે. યાત્રાળુઓની સુવિધા માટે ઉપર પાંચ માળ સુધી 100 રૂમની બજેટ હોટલનું નિર્માણ કરવામાં આવશે. પાર્કિંગ માટે પૂરતી સુવિધા હશે તેમજ સ્ટેશનનું આર્કિટેક્ટ યાત્રાળુઓ માટે નયનરમ્ય બનાવવામાં આવશે. તારંગા હિલ રેલવે સ્ટેશનમાં પણ જૈન આર્કિટેક્ચરના આધારે કાયાપલટ કરવામાં આવશે.

તારંગા-આબુરોડ રેલવે લાઇન થી તેની આસપાસના વિસ્તારમાં આવતા અનેક ગામડાઓ તેમજ મુખ્ય મથક રેલવે કનેક્ટિવિટી થી જોડાશે, નવા ઉદ્યોગ અને સાહસોને કનેક્ટિવિટી વધતા પ્રોત્સાહન મળશે, રોજગારની નવી તકો સર્જાશે અને આ વિસ્તાર વિકાસ થશે. અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં માર્બલ ઉદ્યોગ વિકસ્યો છે. આ રેલવે લાઈન થી માર્બલ ઉદ્યોગ પરિવહન માટે મોટી સુવિધા ઉપલબ્ધ થશે

Next Story